Amol Kale Passed Away: IND vs PAK ની હાઈ વોલ્ટેજ મેચ જોઈ રહેલા MCA ના અધ્યક્ષનું હાર્ટ એટેકથી મોત

ADVERTISEMENT

Amol Kale Passed Away
Amol Kale Passed Away
social share
google news

MCA President Amol Kale Passed Away: T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (9 જૂન) ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 6 રનથી જીત મેળવી હતી. પરંતુ આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ માટે એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. આ મેચ જોવા અમેરિકા આવેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના પ્રમુખ અમોલ કાલેનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે સ્ટેડિયમમાં બેસીને આ મેચ જોઈ રહ્યા હતા. મેચ બાદ તેની તબિયત લથડી હતી અને હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હતું.

શું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું? ભારત સામે હાર્યા બાદ જુઓ સુપર-8 ના સમીકરણો

કોણ છે અમોલ કાલે?

અમોલ કાલે દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાતા હતા. તમને જણાવી દઈએ કે અમોલ એમસીએ અધિકારીઓ સાથે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ શાનદાર મેચ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ગયા વર્ષે જ અમોલ કાલે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના પ્રમુખ બન્યા હતા. બીસીસીઆઈના ખજાનચી આશિષ શેલાર અને દેવેન્દ્ર ફડણવીસના નજીકના અમોલ કાલેએ અધ્યક્ષ પદની ચૂંટણીમાં સંદીપ પાટીલને હરાવ્યા હતા. શેલાર અને ફડણવીસ ઉપરાંત અમોલને NCP (શરદ પવાર)ના વડા શરદ પવારનું સમર્થન પણ મળ્યું હતું.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT