MS Dhoni Retirement from IPL: ધોનીની આજે છેલ્લી મેચ? CSKની પોસ્ટ બાદ સંન્યાસની અટકળો તેજ
MS Dhoni Retirement from IPL: IPL 2024 માં રવિવારે (12 મે)ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની વચ્ચે ચેપોકમાં મેચ રમાઈ રહી છે.
ADVERTISEMENT
MS Dhoni Retirement from IPL: IPL 2024 માં રવિવારે (12 મે)ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની વચ્ચે ચેપોકમાં મેચ રમાઈ રહી છે. આ મહેન્દ્રસિંહ ધોનની IPLમાં ચેપોક સ્ટેડિયમમાં છેલ્લી મેચ હોઈ શકે છે. ચેન્નાઈની પોતાના ઘરઆંગણે આ છેલ્લી લીગ મેચ છે.
ધોનીના સંન્યાસની અટકળો તેજ
વાસ્તવમાં, મેચમાં ટોસ પહેલા CSK ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર એક ખાસ અપીલ કરી, જે બાદ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસની અટકળો તેજ થઈ ગઈ છે.
CSK ની પોસ્ટ
ફ્રેન્ચાઈઝીએ કહ્યું કે, મેચ ખતમ થયા બાદ દર્શકો સ્ટેડિયમમાં જ રહે, કારણ કે મેચ બાદ કંઈક ખાસ થવાનું છે. ફેન્સને સરપ્રાઈઝ મળી શકે છે.
ADVERTISEMENT
🚨🦁 Requesting the Superfans to Stay back after the game! 🦁🚨
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2024
Something special coming your way! 🙌🥳#CSKvRR #YellorukkumThanks 🦁💛 pic.twitter.com/an16toRGvp
ઘણા સમયથી ચાલી રહી છે અટકળો
CSKની આ પોસ્ટ પર ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોનીને લઈને કંઈક થવાનું છે. આપને જણાવી દઈએ કે, 42 વર્ષીય મહેન્દ્રસિંહ ધોનીની આ છેલ્લી સિઝન માનવામાં આવી રહી છે. માહીએ પહેલા જ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ગાયકવાડના હાથમા ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સોંપી દીધી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'શાહરૂખ, સલમાન અને આમિર સાઈન કરવાથી ફિલ્મ હિટ નથી થતી', MIના પ્રદર્શન પર ભડક્યો સેહવાગ
ADVERTISEMENT
12 પોઈન્ટની સાથે ચોથા નંબરે CSK
ચેન્નાઈ ટીમ હાલ પ્લેઓફની રેસમાં છે. પોઈન્ટ ટેબલમાં તે 12 પોઈન્ટની સાથે ચોંથા નંબરે છે. તેણે કોઈપણ ભોગે તેની બાકીની બંને મેચ જીતવી પડશે.
ADVERTISEMENT