'3 મેચમાં 13 વિકેટ લીધા બાદ પણ મને કેમ ડ્રોપ કરાયો?' મોહમ્મદ શમીનું દર્દ છલકાયું, કોહલી-શાસ્ત્રી પર નિશાન!
Mohammad Shami: ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્ષ 2019માં રમાયેલા ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા ન મળવા પર સવાલ ઉઠાવ્યા છે. શમીએ કહ્યું છે કે, સેમિફાઇનલ પહેલા તેણે ત્રણ મેચમાં 13 વિકેટ લીધી હતી, પરંતુ તેમ છતાં તેને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પડતો મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
Mohammad Shami: ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્ષ 2019માં રમાયેલા ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા ન મળવા પર સવાલ ઉઠાવ્યા છે. શમીએ કહ્યું છે કે, સેમિફાઇનલ પહેલા તેણે ત્રણ મેચમાં 13 વિકેટ લીધી હતી, પરંતુ તેમ છતાં તેને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પડતો મૂકવામાં આવ્યો હતો.
તે સમયે ટીમના કેપ્ટન વિરાટ કોહલી હતા અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી હતા. ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી પરંતુ ન્યુઝીલેન્ડ સામે તેનો પરાજય થયો અને ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું. શમીએ આ વર્લ્ડ કપમાં કુલ ચાર મેચ રમી અને 14 વિકેટ લીધી.
પહેલીવાર શમીએ 2019ના WCનું દુઃખ વ્યક્ત કર્યું
શમીએ શુભંકર મિશ્રાની યુટ્યુબ ચેનલ પર પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું, "2019 વર્લ્ડ કપમાં સારી બોલિંગ કર્યા પછી પણ મને હજુ પણ એ સમજાતું નથી કે મને સેમિફાઈનલમાંથી કેમ બહાર કરવામાં આવ્યો. પછી અમે સેમીફાઈનલ હારી ગયા. મને આજે પુણ નથી સમજાઈ રહ્યું કે હું ડ્રોપ શા માટે થયો."
ADVERTISEMENT
"મારા મનમાં એક પ્રશ્ન રહે છે. દરેક ટીમને એવા ખેલાડીની જરૂર હોય છે જે સારું પ્રદર્શન કરી રહ્યો છે. મેં ત્રણ મેચમાં 13 વિકેટ લીધી... તમે મારી પાસેથી બીજું શું લેશો... તો મારી પાસે ન તો કોઈ સવાલ છે કે ન તો તેનો જવાબ છે. જો તમે મને એક તક આપો, તો હું પરફોર્મ કરીશ, મેં 3 મેચમાં 13 વિકેટ લીધી ત્યારબાદ અમે ન્યુઝીલેન્ડ સામે હારી ગયા. મેં ત્યાં 4 મેચ રમી અને 14 વિકેટ લીધી. જ્યારે 2023માં મેં 7 મેચ રમી અને 24 વિકેટ લીધી. શમીએ વધુમાં કહ્યું, “હું આ બધા પ્રશ્નો કોઈને પૂછતો નથી, જેને મારી સ્કીલની જરૂર હોય. ફક્ત એક તક આપો બસ વાત ખતમ."
શમીના નિવેદનથી ખળભળાટ મચ્યો
શમીના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. ફેન્સનું માનવું છે કે કોહલી અને શાસ્ત્રીના કારણે શમીને 2019ના વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યા બાદ પણ તક મળી નથી.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે શમીએ 2023 વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી અને 24 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ પછી શમી પગની ઈજાના કારણે ટીમથી બહાર થઈ ગયો હતો. તેણે પગની ઘૂંટીની સર્જરી કરાવી છે અને હાલમાં તે ઠીક છે. શમીએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. હવે ફેન્સ શમીને ફરી એકવાર ભારત તરફથી રમતા જોવા માંગે છે. આશા છે કે ટૂંક સમયમાં જ શમી ભારત માટે ફરી બોલિંગ કરતો જોવા મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT