ડ્રેસિંગ રૂમમાં આવીને PM નરેન્દ્ર મોદીએ એવું શું કર્યું કે મોહમ્મદ શમી બોલ્યો- તે ખૂબ જરૂરી હતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mohammed Shami on PM Narendra Modi: ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આ વર્ષે ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમી પ્રથમ 4 મેચમાં રમી શક્યો ન હતો. આ પછી જ્યારે તેને મોકો મળ્યો તો તેણે ધમાલ મચાવી દીધી. શમીએ ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી હતી, જેમાં તેણે 9.13ની એવરેજથી સૌથી વધુ 24 વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ લીગ સ્ટેજની તમામ 10 મેચો જીતીને વિજયરથ સાથે ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ એક ખરાબ દિવસે આખી વાત બરબાદ કરી દીધી હતી. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને મળ્યા હતા.

PM મોદીએ પીઠ થપથપાવી

આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા હતા. આ દરમિયાન પીએમએ શમીને કહ્યું હતું – આ વખતે તેં ખૂબ સારું કર્યું છે. આટલું બોલતાની સાથે જ તેમણે શમીને ગળે લગાડ્યો અને તેની પીઠ થપથપાવી હતી.

ADVERTISEMENT

PM સાથે મુલાકાત પર શમીએ શું કહ્યું?

શમીએ વધુમાં કહ્યું કે, ‘PM આવ્યા છે તો સન્માન આપવું પડશે. આ એક સરપ્રાઈઝ હતી, કોઈએ કહ્યું પણ નહોતું કે PM આવશે. જેમની સામે જે પ્લેટ હતી અને જે જેમ હતા બધા તેમ જ રહી ગયા. બધા ચોંકી ગયા. તે પછી અમે એકબીજા સાથે વાત કરી અને સમજી ગયા કે અમારે આનાથી આગળ વધવાનું છે. પીએમ આવ્યા અને શું જરૂરી હતું તેની વાત કરી. તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું.

ADVERTISEMENT

ADVERTISEMENT

શમીએ પીએમ મોદી સાથેનો ફોટો શેર કર્યો હતો

આ પહેલા શમીએ પીએમ મોદી સાથેની આ મુલાકાત અને વાતચીતને લઈને તેમની તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે પીએમને ગળે લગાવીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.

શમીએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, ‘દુર્ભાગ્યથી ગઈકાલે (19 નવેમ્બર) અમારો દિવસ નહોતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીય પ્રશંસકોનો આભાર માનું છું. હું પીએમનો આભારી છું જેઓ ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા. અમે કમબેક કરીશું.’

    follow whatsapp

    ADVERTISEMENT