જોશમાં હોશ ખોઈ બેઠો ઓસ્ટ્રેલિયન ખેલાડી, વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખીને પડાવ્યો ફોટો; ફેન્સ ભડક્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ODI World Cup 2023: ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ કપ 2023ની વિજેતા બની ચૂકી છે. ફાઈનલ મેચમાં તેણે ભારતીય ક્રિકેટ ટીમને હરાવી દીધી છે. અહીં શાનદાર પ્રદર્શન કરીને કાંગારૂ ટીમ છઠ્ઠી વખત પ્રતિષ્ઠિત ખિતાબને જીતવામાં સફળ રહી છે. ટૂર્નામેન્ટમાં મળેલી સફળતાની ખુશી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી છે.

ફેન્સ કરી રહ્યા છે આકરી ટીકા

જોકે, મેચ પૂરી થયા બાદ એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. જેની ફેન્સ આકરી ટીકા કરી રહ્યા છે. વાસ્તવમાં ભારત સામે ફાઈનલ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં પણ ટ્રોફી સાથે જીતની ઉજવણી કરી હતી. જેની કેટલીક તસવીરો કેપ્ટન પેટ કમિન્સે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ અપલોડ કરી હતી.

 

ADVERTISEMENT

માર્શે વર્લ્ડ કપ ટ્રોફીનું અપમાન કર્યુ

કમિન્સની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મિચેલ માર્શને વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મુકેલા જોઈ શકાય છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના પ્લેયર મિચેલ માર્શે વર્લ્ડ કપ ટ્રોફીનું અપમાન કર્યુ છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

ક્રિકેટ ચાહકો ભડક્યા

આ તસવીર સામે આવતા જ ક્રિકેટ ચાહકો ભડક્યા છે અને મિચેલ માર્શ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. મિચેલ માર્શ તેમની આ શરમજનક હરકત માટે ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યાં છે. ઘણા યુઝર્સ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને માર્શની ટીકા કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT