ભારતે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં મેળવ્યું સ્થાન, શ્રીલંકાને 302 રને હરાવ્યું
India vs Sri Lanka: વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા…
ADVERTISEMENT
India vs Sri Lanka: વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા છમાંથી છ મેચ જીતીને મજબૂત સ્થિતિમાં છે, જ્યારે શ્રીલંકાએ છમાંથી માત્ર બે મેચ જીતી છે. તેને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે જીત સાથે ભારત સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લેશે. તો બીજી બાજુ શ્રીલંકા માટે આ ‘કરો યા મરો’ની મેચ છે. જો શ્રીલંકા આ મેચમાં હારી જેશે તો તેનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની જશે. સેમિફાઇનલની રેસમાં રહેવા માટે શ્રીલંકાની ટીમ માટે આ મેચ જીતવી ફરજિયાત છે. આજની મેચમાં શ્રીલંકાના કેપ્ટન શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 357 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ છે.
શ્રીલંકા 55 રનમાં ઓલઆઉટ
ટીમ ઈન્ડિયાના ઘાતક ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે શિવાજીની ધરતી એટલે કે મુંબઈમાં પોતાની ઘાતક બોલિંગથી શ્રીલંકાની ટીમને માત્ર 55 રનમાં આઉટ કરી દીધી. મોહમ્મદ શમીએ ઘાતક બોલિંગ કરીને માત્ર 18 રન આપીને 5 વિકેટ લીધી.
22 રને સાત વિકેટ પડી
શ્રીલંકાની સાતમી વિકેટ 22 રનના સ્કોર પર પડી હતી. દુષ્મંતા ચમીરા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. તેણે છ બોલનો સામનો કર્યો અને લેગ સ્ટંપની બહારના બોલ પર રાહુલે તેનો કેચ પકડ્યો.
ADVERTISEMENT
શ્રીલંકાની 14 રને છઠ્ઠી વિકેટ પડી
શ્રીલંકાની છઠ્ઠી વિકેટ પણ 14 રનના સ્કોર પર પડી હતી. અત્યાર સુધીમાં શ્રીલંકાના ચાર બેટ્સમેન શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયા છે. શ્રીલંકાએ પ્રથમ બોલમાં પથુમ નિસાંકાની વિકેટ ગુમાવી દીધી હતી. નિસાંકા (0 રન)ને જસપ્રીત બુમરાહે LBW આઉટ કર્યો હતો.
બીજી ઓવરના પહેલા બોલે કુસલ બોલ્ડ
સિરાજે પણ પોતાની સ્પેલની બીજી જ ઓવરે દિમુથ કરુણારત્નેને LBW આઉટ કર્યો હતો. સિરાજે આ જ ઓવરમાં સમરવિક્રમાને આઉટ કર્યો હતો. સિરાજે બીજી ઓવરના પહેલા બોલે કુસલ મેન્ડિસને બોલ્ડ કર્યો હતો.
ADVERTISEMENT
ભારતે આપ્યો છે 358નો લક્ષ્યાંક
ભારતે શ્રીલંકાને 358 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. શુભમન ગિલે સૌથી વધુ 92 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલીએ 88 રન અને શ્રેયસ અય્યાકે 82 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ પાંચ વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT