Sreesanth Gambir Fight News: ‘તુ અહંકારી અને ક્લાસલેસ વ્યક્તિ’, ગંભીરની પોસ્ટ પર શ્રીસંતે કાઢ્યો ગુસ્સો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Sreesanth and Gautam Gambhir Fight Latest Update: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચેનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. બુધવારે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચ દરમિયાન શરૂ થયેલો આ વિવાદ હવે સોશિયલ મીડિયા પર ચાલુ છે.

કેવી રીતે થઈ વિવાદની શરૂઆત?

6 ડિસેમ્બર 2023ની સાંજે, સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે લિજેન્ડ્સ લીગ ક્રિકેટની એલિમિનેટર મેચ રમાઈ હતી. આ દરમિયાન ઈન્ડિયન કેપિટલ્સના ગૌતમ ગંભીર અને ગુજરાત જાયન્ટ્સના શ્રીસંત વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે સાથી ક્રિકેટરો અને અમ્પાયરોએ બચાવમાં આવવું પડ્યું. મામલો અહીં પૂરો નથી થયો. આ પછી સોશિયલ મીડિયા પર લડાઈ શરૂ થઈ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by SREE SANTH (@sreesanthnair36)

ADVERTISEMENT

સોશિયલ મીડિયા બન્યું લડાઈનો અખાડો

સૌથી પહેલા શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને ગૌતમ ગંભીર પર ઘણા આરોપો લગાવ્યા. તેની પત્ની ભુવનેશ્વરી કુમારીએ પણ આ પોસ્ટ પર ગંભીરને ઘણું કહ્યું. ભુવનેશ્વરીએ તો ત્યાં સુધી કહ્યું કે ઉછેર ખૂબ મહત્વ ધરાવે છે. આ પોસ્ટ બાદ ગૌતમ ગંભીરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હસતી તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે, જ્યારે દુનિયા માત્ર ધ્યાન ખેંચવા માટે કંઈ પણ કરે, ત્યારે માત્ર હસો. ગંભીરની આ પોસ્ટ બાદ શ્રીસંત ચોંકી ગયો હતો અને તેણે દિગ્ગજ બેટ્સમેનને ખૂબ ખરું-ખોટું સંભળાવ્યું.

 

ADVERTISEMENT

 

View this post on Instagram

 

A post shared by Gautam Gambhir (@gautamgambhir55)

ADVERTISEMENT

ગંભીરની પોસ્ટ પર શ્રીસંતે કેવી પ્રતિક્રિયા આપી?

શ્રીસંતે લખ્યું છે, ‘તમે એક ખેલાડી અને ભાઈની હદ વટાવી દીધી છે. સૌથી મહત્વની બાબત એ છે કે તમે (MP) લોકોનું પ્રતિનિધિત્વ કરો છો. આ પછી પણ તમે દરેક ક્રિકેટર સાથે ઝઘડો કરતા રહો છો. તમારી સમસ્યા શું છે? હું માત્ર હસીને જોયું અને તમે મને ફિક્સરનું લેબલ આપ્યું? શું તમે સુપ્રીમ કોર્ટથી ઉપર છો? તમને આવું બોલવાનો અને કંઈપણ કહેવાનો કોઈ અધિકાર નથી. તમે અમ્પાયરોને પણ ગાળો આપી, છતાં હસતા હસતા વાત કરો છો?

શ્રીસંત લખે છે, ‘તમે ઘમંડી અને સંપૂર્ણ રીતે ક્લાસલેસ વ્યક્તિ છો, જે લોકો તમને સપોર્ટ કરે છે તેમના માટે પણ તમને કોઈ સન્માન નથી. ગઈકાલ સુધી મને હંમેશા તમારા અને તમારા પરિવાર માટે માન હતું. તમે અપમાનજનક શબ્દ “ફિક્સર” નો ઉપયોગ માત્ર એક જ વાર નહિ, પરંતુ સાત કે આઠ વખત કર્યો છે. તમે મને સતત ઉશ્કેરવાનો પ્રયાસ કરતા અમ્પાયરો અને મારા તરફ F-શબ્દનો ઉપયોગ કર્યો હતો. મેં જે સહન કર્યું છે તે જે કોઈને સમજાય છે તે તમને ક્યારેય માફ કરશે નહીં. તમે એ પણ જાણો છો કે તમે જે કહ્યું અને કર્યું તે ખોટું હતું. મને ખાતરી છે કે ભગવાન પણ તમને માફ નહીં કરે. આટલું કર્યા પછી તમે મેદાનમાં પાછા પણ નથી આવતા, ભગવાન બધું જોઈ રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT