હાર્દિક અને પંતનું કપાશે પત્તુ? IPLમાં 5 ટીમોના બદલાઈ શકે છે કેપ્ટન, લિસ્ટમાં ચોંકાવનારા નામ

ADVERTISEMENT

IPL 2025 Teams Captains
IPL 2025 Teams Captains
social share
google news

IPL 2025 Teams Captains: IPL 2025ની આગામી સિઝનમાં ઘણા ફેરફારો થવાના છે. આગામી સિઝન પહેલા આઈપીએલમાં એક મોટી હરાજી (IPL Mega Auction) થશે, જેમાં તમામ 10 ટીમોનું નવું સ્વરૂપ જોવા મળશે. જોકે, રિટેન્શનની સંખ્યાની પુષ્ટિ થઈ નથી, પરંતુ હરાજીમાં મોટાભાગના ખેલાડીઓ ટીમોની અદલા બદલી કરી શકે છે. ટીમોમાં ફેરફારને લઈને મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે. ભારતીય ક્રિકેટના કેટલાક હાઈ-પ્રોફાઇલ નામો નવી ટીમોમાં જોડાઈ શકે છે, ત્યારે અન્ય ઘણા ખેલાડીને સંપૂર્ણપણે પડતા મૂકવામાં આવી શકે છે. અમે તમને તે 5 ટીમો વિશે જણાવી રહ્યા છીએ જે ટીમના કેપ્ટનને બદલી શકે છે.

RCBમાં ચાલી રહી છે ઘણી ચર્ચા 

RCBમાં કેએલ રાહુલ (KL Rahul)ને કેપ્ટન બનાવવામાં આવે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ફાફ ડુપ્લેસીસ તેમના કરિયરના અંતિમ તબક્કા પર છે, આવી સ્થિતિમાં કર્ણાટકના ખેલાડી અને ફ્રેન્ચાઈઝીમાં રમવાનો અનુભવ ધરાવતા કેએલ રાહુલ નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે એકદમ યોગ્ય ખેલાડી હોઈ શકે છે. 

લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants)

આ વાતની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે આ વર્ષે કેએલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સથી અલગ થઈ જશે. ગત સિઝનમાં LSG મેનેજમેન્ટ સાથેના વિવાદ બાદ આ સંભાવના નથી કે ફ્રેન્ચાઈઝી તેમને રિટેન કરશે. LSGને કદાચ નવા કેપ્ટન શોધવા પડી શકે છે. ટીમ રોહિત શર્મા (Rohit Sharma) કે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) જેવા અનુભવી ખેલાડીની શોધમાં છે. જો બંનેમાંથી કોઈ પણ મુંબઈ ઈન્ડિયન્સને છોડવાનો નિર્ણય લે છે તો લખનઉની ટીમ તેમને કેપ્ટન બનાવી શકે છે.

ADVERTISEMENT

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)

દિલ્હી કેપિટલ્સના વર્તમાન કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ટીમ છોડી શકે છે. જો આવું થાય તો કેપિટલ્સને નવા કેપ્ટન શોધવા પડી શકે છે. તેમની પાસે ટીમમાં અક્ષર પટેલ (Axar Patel) જેવા અનુભવી ખેલાડી છે જે ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ કરી શકે છે. અક્ષર પટેલ પણ સંભવિત ખેલાડીઓમાંથી એક છે જેમને મેગા ઓક્શન પહેલા ટીમમાં રિટેન કરી શકાય છે. જો દિલ્હીની ટીમ યુવા ખેલાડીને કેપ્ટન બનાવવાનું વિચારે છે તો અક્ષર યોગ્ય પસંદગી બની શકે છે.

પંજાબ કિંગ્સ (Punjab Kings)

IPLમાં પંજાબ કિંગ્સનું નિરાશાજનક પ્રદર્શન ગત સિઝનમાં પણ યથાવત રહ્યું. ટીમના કેપ્ટન શિખર ધવન (Shikhar Dhawan) પણ ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. આ ડાબોડી બેટ્સમેન આ વખતે હરાજીમાં જોવા મળી શકે છે. પંજાબ ટીમ મેનેજમેન્ટ એક યુવા ખેલાડીને કેપ્ટન બનાવવા માંગે છે. જો આમ થશે તો ટીમને નવા કેપ્ટન મળી શકે છે.

ADVERTISEMENT

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)

ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે અનુભવી રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને કેપ્ટન બનાવ્યા હતા. જોકે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમને વધારે સફળતા મળી નથી. હાર્દિક પંડ્યાની ટીકા થઈ હતી અને તેમને સ્ટેડિયમમાં હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ટીમને એકસાથે જોડવામાં નિષ્ફળ રહ્યા. રોહિત શર્માએ હાલમાં જ ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી છે. રોહિત શર્માને ફરીથી મુંબઈની કમાન સોંપવામાં આવે તો નવાઈ નહીં. પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ તાજેતરમાં કહ્યું હતું કે રોહિત શર્માને ફરીથી મુંબઈના કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT