VIDEO : શ્રીલંકા પ્રવાસ પહેલા બાગેશ્વર ધામ પહોંચ્યો આ સ્ટાર ક્રિકેટર, વર્લ્ડ કપ જીતીને લીધા આશીર્વાદ

ADVERTISEMENT

Kuldeep Yadav Visit Bageshwar Dham
બાબા બાગેશ્વર ધામ પહોંચ્યો કુલદીપ યાદવ
social share
google news

Kuldeep Yadav Visit Bageshwar Dham : ભારતીય ટીમને T20 વર્લ્ડ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કુલદીપ યાદવ શ્રીલંકા પ્રવાસ પહેલા બાગેશ્વર ધામ હનુમાનજીના શરણે પહોંચ્યા હતા. ગુરુ પૂર્ણિમાના અવસર પર સ્ટાર સ્પિનરે મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાબા બાગેશ્વર ધામમાં હાજરી આપી હતી, જ્યાં તેણે પીઠાધીરેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા.

બાગેશ્વર ધામ સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કુલદીપ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પંડિત શાસ્ત્રીની કથા સાંભળી રહ્યા છે, ત્યારબાદ ચાઈનામેન સ્પિનર ​​પણ તેમના દરબારમાં પહોંચે છે, પહેલા આશીર્વાદ લે છે અને પછી થોડીવાર કથા સાંભળે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કુલદીપ બાબા બાગેશ્વર ધામની મુલાકાતે ગયા હોય. ગયા વર્ષે, એશિયા કપ 2023 માટે શ્રીલંકા જતા પહેલા પણ સ્ટાર બોલરે બાબાના આશીર્વાદ લીધા હતા. જે એક રીતે ભારતીય ખેલાડી માટે નસીબદાર સાબિત થયા હતા. ચાઈનામેન બોલરે પોતાની સ્પિન વડે વિરોધી બેટ્સમેનોને હરાવીને ભારતને એશિયા કપ જીતાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. જ્યારે હાલમાં જ પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં કુલદીપે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

ADVERTISEMENT

કુલદીપની વનડે શ્રેણીમાં પસંદગી કરાઈ

શ્રીલંકા પ્રવાસ પર ભારત ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ રમશે. આ સ્ટાર સ્પિનરની વનડે શ્રેણી માટે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ભારતને આગામી કેટલાક મહિનામાં બે ICC ટૂર્નામેન્ટ રમવાની હોવાથી ટીમ ઈન્ડિયાની નજર પણ કુલદીપ પર રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT