IPL 2024: Ruturaj Gaikwad ની નેટવર્થ, જાણો દર મહિને કેટલી કમાણી કરે છે CSKનો નવો કેપ્ટન

ADVERTISEMENT

Ruturaj Gaikwad
Ruturaj Gaikwad
social share
google news

CSK Captain Ruturaj Gaikwad: દેશ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પરંતુ IPL 2024ની શરૂઆત પહેલા જ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. ગુરુવારે, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ 5 વખત IPL ટાઈટલ જીતનાર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી છે. ગાયકવાડ 27 વર્ષના છે અને ખૂબ જ ઓછા સમયમાં તેણે ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવ્યું છે અને ઘણી કમાણી પણ કરી છે. CSKના નવા કેપ્ટન પાસે કરોડોની સંપત્તિ છે.

CSKનો નવો કેપ્ટન 27 વર્ષનો છે

ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનો જન્મ 31 જાન્યુઆરી 1997ના રોજ મહારાષ્ટ્રના પુણે શહેરમાં થયો હતો. બાળપણથી જ ક્રિકેટમાં રસ ધરાવતા ઋતુરાજ ગાયકવાડે 19 વર્ષની ઉંમરે 2016-17ની રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. IPLમાં તેની એન્ટ્રી વર્ષ 2019માં થઈ હતી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેને હરાજી દરમિયાન 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. હવે તેને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: IPL 2024: MS Dhoniએ છોડી CSKની કેપ્ટનશીપ, જાણો કોને સોંપાઈ ટીમની કમાન

ઋતુરાજ ગાયકવાડની આટલી સંપત્તિ છે

Sportskeeda.com મુજબ, ઋતુરાજ ગાયકવાડની નેટવર્થ કરોડોમાં છે. તેની સંપત્તિનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે તેની IPLની ફી કરોડોમાં છે. તેમની અંદાજિત નેટવર્થ 30-36 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે. બીસીસીઆઈના સી કેટેગરીના ખેલાડી ઋતુરાજ ગાયકવાડ માત્ર મેચ ફી દ્વારા જ કમાતા નથી, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરી રહ્યા છે.

ADVERTISEMENT

IPLમાંથી પણ કરોડોની કમાણી

રિપોર્ટ્સ અનુસાર, ઋતુરાજ ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી રહ્યા છે. જેમાં ગેમ્સ 24X7, GO Kratos, Mount Road Social, SS ક્રિકેટ કિટ્સ અને અન્ય નામો સામેલ છે. મેચ ફી ઉપરાંત, ઋતુરાજ ગાયકવાડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતો દ્વારા દર મહિને લગભગ 50-60 લાખ રૂપિયા કમાય છે, જ્યારે તેની વાર્ષિક કમાણી લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. IPL 2024 માટે તેની ફી 6 કરોડ રૂપિયા છે. IPL કોન્ટ્રાક્ટ, મેચ ફી, એન્ડોર્સમેન્ટની સાથે તેણે સ્ટોક્સ અને પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે, જ્યાંથી તેને જંગી વળતર મળે છે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો રહે ઍલર્ટ, કમોસમી વરસાદ અને હીટવેવને લઈને શું છે હવામાન વિભાગની આગાહી?

પુણેમાં લક્ઝરી હાઉસ અને અદભૂત કાર કલેક્શન

કરોડો રૂપિયાની કમાણી કરનાર ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ પાસે પુણેમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે, જેની અંદાજિત કિંમત લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘર સોમેશ્વરવાડીમાં આવેલું છે. CSKના નવા કેપ્ટન ગાયકવાડને પણ મોંઘી કારનો શોખ છે અને તેના કાર કલેક્શનમાં ઘણી લક્ઝરી કાર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ઋતુરાજ ગાયકવાડ કાર કલેક્શનમાં Audi અને BMW M8 જેવી કાર છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT