‘આજે લોકો મારી રમત વખાણી રહ્યા છે, ત્રણ મહિના પહેલા….’, સદી ફટકાર્યા બાદ રાહુલનું દર્દ છલકાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

India vs South Africa : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં બે મેચની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારત શરૂઆત ઇનિંગ સારી રહી ન હતી અને કેએલ રાહુલે ભારતીય ટીમની ઇનિંગને સાંભળી આગળ વધારી હતી. રાહુલે સાઉથ આફ્રિકા સામે 101 રન બનાવ્યા હતા. તેની આ ઈનિંગને લોકો ખૂબ જ વખાણી રહ્યા છે. જોકે મેચ બાદ રાહુલનું દુખ છલકાયું હતું. તેમણે કહ્યું કે, આજે જે લોકો મારી રમતને વખાણી રહ્યા છે તે જ લોકો ત્રણ મહિના પહેલા મને ગાળો આપી રહ્યા હતા.

રાહુલે પોતાનું દુખ વ્યક્ત કર્યું

રાહુલે કહ્યું કે, વર્ષ 2023 મારા માટે ઘણું મુશ્કેલ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં ખરાબ ફોર્મના કારણે તેને T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી, તે IPL 2023 દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સહિત ઘણી મેચો ચૂકી ગયો હતો. જેને લઈ રાહુલને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જે ટીકાઓને લઈ રાહુલે જણાવ્યું કે, સોશિયલ મીડિયા એક પ્રેશર છે, આજે મેં સદી ફટકારી છે તેથી લોકો મને વખાણી રહ્યા છે. ત્રણ-ચાર મહિના પહેલા બધા મને ગાળો આપી રહ્યા હતા. જ્યારે પણ તમે ઇન્ટરનેશન ક્રિકેટ રમો છો તો તમને ઘણી પ્રકારના અવરોધો નડે છે. એક વ્યક્તિના રૂપથી, એક ક્રિકેટરના રૂપથી તમારી સામે દરરોજ ઘણી મુશ્કેલીઓ આવે છે. એટલા માટે તેનાઠી દૂર રહેવું તમારી રમત અને માનસિકતા માટે સારું છે.

મેચનું અપડેટ

બે દિવસની રમત બાદ સાઉથ આફ્રિકાની ટીમ મજબૂત સ્થાન પર છે. ભારતના 245 રન સામે સાઉથ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા છે. ડીન એલ્ગર 140 રન બનાવીને પણ ક્રિઝ પર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT