ગંભીરના કોચ બન્યા બાદ શિષ્યએ 'નવી ઈનિંગ' શરૂ કરી, ગુજરાતી ક્રિકેટરે ગુપચુપ લગ્ન કરી લીધા
Chetan Sakariya Marriage: એક તરફ ભારતીય ટીમ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ શ્રીલંકાના પ્રવાસે પર છે તો બીજી તરફ તેના પૂર્વ શિષ્ય ચેતન સાકરિયાના લગ્ન થઈ ગયા છે.
ADVERTISEMENT
Chetan Sakariya Wedding: એક તરફ ભારતીય ટીમ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ શ્રીલંકાના પ્રવાસે પર છે તો બીજી તરફ તેના પૂર્વ શિષ્ય ચેતન સાકરિયાના લગ્ન થઈ ગયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સના પેસરે અને ભાવનગરના સ્ટાર ક્રિકેટર ચેતન સાકરીયાએ લાંબા સમયની ગર્લફ્રેન્ડ મેઘના જાંબુચા સાથે લગ્ન કર્યા છે. આ ખાનગી કાર્યક્રમમાં માત્ર કેટલાક ક્રિકેટરોએ હાજરી આપી હતી, જેમાં જયદેવ ઉનડકટ મુખ્ય રીતે સામેલ હતો.
લગ્નના 10 દિવસ પછી ફોટો શેર કર્યા
લગ્નના લગભગ 10 દિવસ પછી ચેતને તેના ફેન્સને જીવનની આ નવી ઇનિંગ વિશે સોશિયલ મીડિયા પર જણાવ્યું. તેણે લખ્યું, 'જે દિવસે હું તારો બન્યો અને તું મારી બની ગઈ.' રાજસ્થાન રોયલ્સ ટીમે ચેતનની આ પોસ્ટ પર ફની કમેન્ટ કરી હતી. તેણે લખ્યું, 'શું ચેતન ભાઈ, તમે બોલાવ્યા પણ નહીં.' ચેતન પહેલીવાર IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. ચેતનના લગ્નની પહેલી તસવીર તેના સાથી જયદેવ ઉનડકટે શેર કરી હતી. તેણે ચેતનને જીવનની નવી જોડણી માટે અભિનંદન પાઠવ્યા.
તસવીરોમાં ચેતન સાકરિયા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. બંનેની લગ્નની અને વરમાળાની તસવીરો પણ સામે આવી છે. તમને જણાવી દઈએ કે ચેતન સાકરિયા ભારતના ફાસ્ટ બોલરોમાં સૌથી ખાસ છે.
ADVERTISEMENT
ચેતન અને મેઘનાએ ગયા વર્ષે IPL 2024ની હરાજી પહેલા સગાઈ કરી હતી. જોકે, આ પહેલા તેઓ એકબીજાને ડેટ કરતા હતા. તે કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો હતો, પરંતુ તેને ગત સિઝનમાં એક પણ મેચ રમવા મળી ન હતી.
ચેતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે
ચેતન સાકરિયાએ ભારતીય ટીમ માટે T20 અને ODI ડેબ્યૂ કર્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ODI અને બે T20 મેચ રમી છે. તેણે ODIમાં બે અને T20 ઈન્ટરનેશનલમાં એક વિકેટ લીધી છે. જો કે તે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો ન હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT