KKR એ મુંબઈ ઈન્ડિયન્સના આ દિગ્ગજ ખેલાડીને આપી કેપ્ટન બનવાની ઓફર, નામ જાણી ચોંકી જશો

ADVERTISEMENT

IPL-2025
આ દિગ્ગજ ખેલાડીને KKRની 'મોટી ઓફર'
social share
google news

Indian Premier League 2025: IPL-2025 પહેલા IPL-2024ની વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ટીમે IPL-2024માં ત્રીજી વખત ટાઈટલ જીત્યું હતું. આ ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં સોંપવામાં આવી હતી. પરંતુ હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રેન્ચાઈઝી ટીમના કેપ્ટનને બદલાવવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફ્રેન્ચાઈઝી ટીમની કમાન શ્રેયસ અય્યરની જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સના અનુભવી ખેલાડીને આપવા પર વિચાર કરી રહી છે. આ માટે આ સ્ટાર ખેલાડીને ઓફર પણ આપવામાં આવી છે. 

મુંબઈ ઈન્ડિયન્સમાં મચી ઉથલપાથલ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં IPL-2024 પહેલા જ ઉથલપાથલ ચાલી રહી છે. IPL-2024 પહેલા ફ્રેન્ચાઇઝીએ લાંબા સમયથી ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ છીનવીને હાર્દિક પંડ્યાને સોંપી દીધી હતી. તે પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરી રહ્યા હતા, જેમાં તેમણે ટીમને એક વખત વિજેતા અને એક વખત રનર અપ બનાવી હતી.

હાર્દિક પંડ્યાનું નહોતું સારું પ્રદર્શન 


જોકે, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ માટે સફળ સાબિત થયા નહોતા. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી. આવી સ્થિતિમાં હવે ફરીથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ઉથલ-પાથલની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં રોહિત શર્મા પણ સામેલ છે. ઘણી ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્માને કેપ્ટનશિપની ઓફર કરી છે.

ADVERTISEMENT

KKRએ આ દિગ્ગજને આપી ઓફર

કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલની વર્તમાન ચેમ્પિયન છે. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ટીમે દસ વર્ષ પછી IPL ટ્રોફી જીતી. પરંતુ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે ફ્રેન્ચાઈઝીએ મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી ખેલાડી અને ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને આઈપીએલ-2025માં ટીમનો કેપ્ટન બનવાની ઓફર કરી છે.

અય્યર પણ કેપ્ટનશીપ છોડવા તૈયાર

પત્રકાર રોહિત જુગલાનના યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે સૂર્યકુમાર યાદવ પણ આ પ્રસ્તાવને સ્વીકારી શકે છે. તેઓ IPLમાં KKR તરફથી રમી પણ ચુક્યા છે અને ટીમના વર્તમાન કેપ્ટન શ્રેયસ અય્યર પણ સૂર્યકુમાર યાદવ માટે તેમની કેપ્ટનશીપ છોડવા તૈયાર છે. આવી સ્થિતિમાં KKR ટીમમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT