ભારતીય ખેલાડીઓ પર પૈસા અને અહંકાર હાવી છે! Kapil Devએ ક્રિકેટરોની ઝાટકણી કાઢી નાખી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) ભારતીય ક્રિકેટ ટીમને લઈને મોટું નિવેદન આપ્યું છે. કપિલ દેવે પહેલા ભારતીય ખેલાડીઓના આત્મવિશ્વાસના વખાણ કર્યા હતા. પરંતુ આ પછી જ એવું પણ કહ્યું કે ખેલાડીઓ પોતાને બધુ જ જાણનારા સર્વજ્ઞ માને છે. તેમને કોઈની સલાહ લેવાની જરૂર જ જણાતી નથી.

કપિલ દેવે ‘ધ વીક’ને કહ્યું, ‘દરેક વ્યક્તિમાં મતભેદ હોય છે, પરંતુ આ ભારતીય ખેલાડીઓની એક સારી વાત એ છે કે તેઓ ઘણો આત્મવિશ્વાસ ધરાવે છે. પરંતુ નકારાત્મક મુદ્દો એ પણ છે કે તેઓ બધું જ જાણે છે.

તેમણે કહ્યું, ‘મને ખબર નથી કે તેમને વધુ સારી રીતે કેવી રીતે મૂકવું. પરંતુ તેઓ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. પરંતુ તેમને એવું લાગે છે કે તમારે કોઈને કંઈપણ પૂછવાની જરૂર નથી. જ્યારે હું માનું છું કે અનુભવી વ્યક્તિ હંમેશા તમને મદદ કરી શકે છે.

ADVERTISEMENT

ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે

પૂર્વ કેપ્ટને એમ પણ કહ્યું કે, પૈસા સાથે ઘમંડ આવે છે. તેમણે એ પણ કબૂલ્યું કે કેટલાક એવા ખેલાડીઓ છે જેમનો ઘમંડ તેમને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોની સલાહ લેવાથી પણ રોકે છે. કપિલ દેવે કહ્યું, ‘ઘણી વખત એવું બને છે કે જ્યારે વધુ પૈસા આવે છે ત્યારે તેની સાથે અહંકાર પણ આવે છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. આ મોટો તફાવત છે.’

તેમણે કહ્યું, ‘હું કહેવા માંગુ છું કે અહીં ઘણા ક્રિકેટરો છે જેમને મદદની જરૂર છે. જ્યારે સુનીલ ગાવસ્કર ત્યાં છે તો તમે તેમની સાથે વાત કેમ નથી કરી શકતા? અહંકાર ક્યાં છે? એવો કોઈ અહંકાર નથી. તેમને લાગે છે કે અમે ખૂબ સારા છીએ. હોઈ શકે કે તેઓ સારા હોય, પરંતુ 50 સિઝનથી ક્રિકેટ જોનાર વ્યક્તિ પાસેથી પણ મદદ લેવી જોઈએ. તે વસ્તુઓ જાણે છે. ક્યારેક કોઈની વાત સાંભળવાથી પણ તમારા વિચારો બદલાઈ જાય છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

વિન્ડીઝ સામે બીજી વનડેમાં હાર

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં તેને યજમાન વિન્ડીઝ સામે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિન્ડીઝે 80 બોલ બાકી રાખીને હાંસલ કરી સિરીઝ 1-1થી બરાબર કરી લીધી.

હવે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ 1 ઓગસ્ટે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બીજી વનડેમાં રમ્યા ન હતા. હાર્દિક પંડ્યાએ કમાન સંભાળી હતી. રોહિત અને કોહલીએ સતત ક્રિકેટ અને નવી વ્યૂહરચના હેઠળ આરામ લીધો હતો. તે ત્રીજી મેચમાં રમતા જોવા મળશે.

    follow whatsapp

    ADVERTISEMENT