જય શાહની ફેવરિટ IPL ટીમ અને સ્ટેડિયમ કયું? BCCI સેક્રેટરીએ પહેલીવાર આપ્યો જવાબ

ADVERTISEMENT

Jay Shah
Jay Shah
social share
google news

Jay Shah Interview: BCCI સેક્રેટરી જય શાહના પ્રિય ક્રિકેટરોમાં તમામ ક્રિકેટર્સ સામેલ છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું. જેમાં જય શાહે અગાઉથી અત્યાર સુધીના ક્રિકેટરોના નામ લીધા હતા. તેમણે કહ્યું કે મને સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને MS ધોનીની રમત પસંદ છે. આ ત્રણ તેમના ઓલ ટાઈમ ફેવરિટ છે. જય શાહે વર્તમાન ક્રિકેટરોમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાને તેના ફેવરિટ ગણાવ્યા હતા.

જય શાહની ફેવરિટ IPL ટીમ કઈ?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ઈન્ટરવ્યુમાં જય શાહને તેમની ફેવરિટ IPL ટીમ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. જેના પર BCCI સેક્રેટરીએ ડિપ્લોમેટિક જવાબ આપ્યો. એમણે કહ્યું,

બીસીસીઆઈ સેક્રેટરી તરીકે મારે તટસ્થ રહેવાની જરૂર છે. પરંતુ મને IPLની તમામ ટીમો પર તેમની યુનિક સ્ટાઈલ અને લીગની સફળતામાં યોગદાન માટે ગર્વ છે.

 

 

જય શાહે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને તેમનું ફેવરિટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ સ્ટેડિયમ છે જેમાં જબરદસ્ત સુવિધાઓ છે. તેમણે તેને તૈયાર કરવાની જવાબદારી લીધી અને અઢી વર્ષમાં તેનું નિર્માણ કર્યું. શાહે કહ્યું કે ક્રિકેટ સિવાય તેમને ટેનિસ અને ફૂટબોલ પણ ગમે છે. તેમણે સ્પેનના રાફેલ નડાલને પોતાનો ફેવરિટ ટેનિસ ખેલાડી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તેને ક્લે કોર્ટ પર હરાવી શકાય નહીં.

ADVERTISEMENT

મેનેજમેન્ટ મંત્ર વિશે શું કહ્યું?

જ્યારે તેમના મેનેજમેન્ટ મંત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે જય શાહે જવાબ આપ્યો,

બીસીસીઆઈ સેક્રેટરી તરીકે મારે તટસ્થ રહેવાની જરૂર છે. પરંતુ મને IPLની તમામ ટીમો પર તેમની યુનિક સ્ટાઈલ અને લીગની સફળતામાં યોગદાન માટે ગર્વ છે.

 

 

IPL 2020નું આયોજન સૌથી મોટી સફળતા

જય શાહ પાંચ વર્ષથી BCCI સેક્રેટરીના પદ પર છે. 2019માં તેમની આ પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી હતી. 2022 સુધી, તેમણે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી સાથે કામ કર્યું. હવે તે રોજર બિન્ની સાથે કામ કરી રહ્યા છે. જય શાહનું માનવું છે કે 2020માં કોરોના દરમિયાન UAEમાં IPL 2020નું આયોજન તેમની સૌથી મોટી સફળતા હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT