Jay Shah લડશે ICC અધ્યક્ષની ચૂંટણી?, આજે ACCની બેઠકમાં ચેરમેન પદેથી આપી શકે છે રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • અમિત શાહના પુત્ર જય શાહ લઈ શકે છે મોટો નિર્ણય
  • ACCના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી શકે છે જય શાહ
  • બાલીમાં યોજાવા જઈ રહી છે ACCની વાર્ષિક સામાન્ય સભા

ACC Chairman Jay Shah: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની આજે વાર્ષિક સામાન્ય સભા યોજાવાની છે. આ બેઠક ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાશે. આ બેઠકમાં ACCના અધ્યક્ષ જય શાહ એક મોટો નિર્ણય લઈ શકે છે. તેઓ તેમના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી શકે છે. જય શાહ રણનીતિના ભાગરૂપે આ નિર્ણય લઈ શકે છે.

2 દિવસ સુધી યોજાશે બેઠક

વાસ્તવમાં, આ વર્ષે નવેમ્બરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં જય શાહ ICC અધ્યક્ષની ચૂંટણી લડવાનો પ્લાન બનાવી શકે છે. તેનો પાક્કો નિર્ણય ACCની બેઠકમાં લેવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ બેઠક 2 દિવસ (30-31 જાન્યુઆરી) સુધી ચાલશે, જેમાં એશિયાના તમામ ક્રિકેટ બોર્ડના સભ્યો ભાગ લેશે.

દર 2 વર્ષે યોજાય છે ACC અધ્યક્ષની ચૂંટણી

જણાવી દઈએ કે, જય શાહ હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં સચિવના પદ પર કામ કરી રહ્યા છે. બીજી તરફ ACCમાં જય શાહને અધ્યક્ષ પદ પર કામ કરતા એક જ વર્ષ થયું છે. જ્યારે ACCમાં અધ્યક્ષ પદ માટે દર 2 વર્ષે ચૂંટણી યોજાય છે. એટલે કે જય શાહનો હજુ એક વર્ષનો કાર્યકાળ બાકી છે.

ADVERTISEMENT

ACC અધ્યક્ષ પદેથી આપી શકે છે રાજીનામું

પરંતુ ICCની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જય શાહ મોટો નિર્ણય લઈ શકે છે અને એક વર્ષ પહેલા ACC અધ્યક્ષ પદેથી રાજીનામું આપી શકે છે. જોકે, જય શાહ બીસીસીઆઈના સચિવ પદેથી ક્યારે રાજીનામું આપશે, રાજીનામું આપશે કે નહીં? આ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

    follow whatsapp

    ADVERTISEMENT