Jasprit Bumrah: પિતાનો છૂટ્યો સાથ... ખાવા-પીવાના વાંધા, બુમરાહની સંઘર્ષગાથા વાંચી આંખો ભરાઈ આવશે
T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચીને બીજી વખત ટાઈટલ જીત્યું છે. ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે 7 રનથી જીત મેળવી હતી, ભારતની આ જીતમાં દરેક ખેલાડીનું ખાસ યોગદાન રહ્યું છે
ADVERTISEMENT
Jasprit Bumrah’s neighbour posted an emotional note: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચીને બીજી વખત ટાઈટલ જીત્યું છે. ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે 7 રનથી જીત મેળવી હતી, ભારતની આ જીતમાં દરેક ખેલાડીનું ખાસ યોગદાન રહ્યું છે. પરંતુ એક ખેલાડી કે જેને સમગ્ર ટુર્નામેન્ટમાં ઘાતક બોલિંગ કરી વિરોધી ટીમને પછાડી દીધી હતી. આ સ્ટાર ખેલાડી વિશે સિનિયર પત્રકાર દીપલ ત્રિવેદીએ હાલ એક કહાની શેર કરી, જેઓ એક સમયે ક્રિકેટર જસપ્રિત બુમરાહના પાડોશી હતા, તેમણે 29 જૂનના રોજ બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ ફાઇનલમાં તેના અદભૂત પ્રદર્શન બાદ તેના "હીરો"ને ઇમોશનલ પોસ્ટમાં અભિનંદન પાઠવ્યા હતા.
બુમરાહને સિનિયર પત્રકારે પાઠવ્યા અભિનંદન
સિનિયર પત્રકાર દીપલ ત્રિવેદીએ કહ્યું કે, તેઓ ભાગ્યશાળી હતા કે તેમણે જસપ્રીતને જન્મ પછી પ્રથમ વખત હાથમાં પકડ્યો. પત્રકારે બુમરાહની ક્રિકેટ સફર પર હૃદયસ્પર્શી સંદેશ લખ્યો છે. તેણે તેની પોસ્ટની શરૂઆત એક પાતળા બાળક બુમરાહને તેના હાથમાં પકડીને કરી હતી. તેણીએ બુમરાહના પરિવારની કેટલી નજીક હતી અને પરિવારને કેવી રીતે વધતો જોયો તે વિશે વાત કરી. બુમરાહને "legend" તરીકે સંબોધતા લખ્યું કે તે એક સમયે "શરમાળ બાળક" હતો. અમદાવાદના પાલડી વિસ્તારમાં બાળપણમાં રહેતો અને તેમણે H K કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો ત્યાંથી લઈ આજે વિશ્વમાં તેમણે ભારતનું નામ રોશન કર્યું છે.
બુમરાહ તેના પિતાને બરાબર જોઈ પણ શક્યો ન હતો
બાળપણમાં દરેક બાળકને તેના પિતા સાથે રમવાનો, ફરવાનો અને મસ્તી કરવાનો શોખ હોય છે, પરંતુ જસપ્રિત બુમરાહના નસીબમાં કદાચ આ લખ્યું ન હતું. સિનિયર પત્રકારે લખ્યું કે, બુમરાહને તેના પિતાનું અવસાન થવાનું બરાબર ભાન પણ ન હતું. તે તેના પિતાને બરાબર જોઈ શકતો ન હતો, તેની સાથે રમવા અથવા તેની સાથે ફરવાની વાત તો બહુ દૂર છે. આ પછી તેની માતાએ તેને એક જ રૂમમાં ઉછેર્યો. બુમરાહને એક મોટી બહેન પણ હતી. પિતાના અવસાન પછી, તેમની માતા બંને બાળકોને ઉછેરવા માટે દરરોજ 16 થી 18 કલાક કામ કરતી હતી. આમ છતાં નાના બુમરાહની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી થઈ શકી નથી. ઘણી વખત તેને દૂધ માટેના પણ પૈસા ન હતા.
ADVERTISEMENT
બુમરાહનો સંઘર્ષ જોઈ આંખો ભીની થઈ જશે
જસપ્રીત બુમરાહ જ્યારે નાનો હતો ત્યારે તે દૂધ માટે પણ વલખાં મારવા પડતાં અને જ્યારે તે મોટો થયો ત્યારે તે અમૂક વાત ખાવાના પણ પૈસા ન હતા. તેના પિતાના અવસાન પછી, તેની માતાએ તેનું ભવિષ્ય સુધારવા માટે દિવસ-રાત કામ કર્યું, પરંતુ આવક એટલી ઓછી હતી કે કેટલીકવાર પરિવારને ખાવાનું પણ મળતું ન હતું. ઘણી વખત બુમરાહ માત્ર બિસ્કીટ જ ખાઈને સૂઈ જતો હતો. ભોજન સિવાય તેમની રોજીંદી જરૂરિયાતો પણ પૂરી થતી ન હતી. જ્યારે તે 8 વર્ષનો હતો ત્યારે દિવાળીના સમયે તેને ઠંડીમાં વિન્ડચીટરની જરૂર હતી, પરંતુ તેણે તેની માતાને આ વિશે કહેવાને બદલે તેને તેના દુપટ્ટાની નીચે છુપાય જતો હતો. તે સમયે તેણે બુમરાહને વિન્ડચીટર ગિફ્ટ કર્યું હતું.
ટ્રોફી સાથે બાર્બાડોસમાં ફસાઈ ટીમ ઈન્ડિયા, WC જીત્યાના 72 કલાક બાદ પણ ભારત આવવું મુશ્કેલ
શરમાળ અને શાંતથી "legend" સુધીની સફર
બુમરાહની ક્રિકેટ સફર અને T20 વર્લ્ડ કપ 2024માં તેના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા સિનિયર પત્રકારે લખ્યું કે, તેની બહેનથી વિપરીત, તે શરમાળ અને શાંત બાળક હતો. તે હવે એક legend છે. તેની સિદ્ધિઓમાં ઉમેરો કરવા માટે, તેણે આપણા માટે ક્રિકેટ વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દરેક ભારતીયને તેમના પર ગર્વ હોવો જોઈએ અને તેમની પાસેથી શીખવું જોઈએ. તેની નમ્રતામાં કોઈ ફેરફાર થયો નથી. પોસ્ટની સાથે સિનિયર પત્રકારે જસપ્રિત બુમરાહ, તેની પત્ની સંજના, તેના પુત્ર અંગદ અને માતા દિલજીત સાથેની તસવીરો શેર કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT