IND vs ENG: ટેસ્ટમાં હાર બાદ Jasprit Bumrah પર ICCની મોટી એક્શન, મેચમાં કરેલી આ ભૂલ માટે કરી સજા

ADVERTISEMENT

jasprit bumrah photo during ind vs eng test match
jasprit bumrah photo during ind vs eng test match
social share
google news
  • જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં કરેલી ભૂલ ભારે પડી.
  • ICCએ જસપ્રીત બુમરાહને ICCની આચાર સંહિતા 2.12નો ભંગ કરવા બદલ દોષિત જાહેર કર્યો.
  • જસપ્રીત બુમરાહને મેચ ફીના 50 ટકા દંડ કરવામાં આવ્યો.

Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરીઝની શરૂઆતની મેચમાં 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને મોટો આંચકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જસપ્રીત બુમરાહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. હૈદરાબાદ ટેસ્ટ મેચના ચોથા દિવસે જસપ્રીત બુમરાહે મોટી ભૂલ કરી હતી.

ICCએ જસપ્રીત બુમરાહ વિરુદ્ધ કાર્યવાહી કરી

ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ICC આચાર સંહિતાના લેવલ 1નો ભંગ કરવા બદલ સત્તાવાર રીતે ઠપકો આપવામાં આવ્યો છે. ICCએ તેને એક ડીમેરિટ પોઈન્ટ આપ્યો છે અને તેની મેચ ફીમાં 50% ઘટાડો કર્યો છે. જસપ્રિત બુમરાહે ICC આચાર સંહિતાની કલમ 2.12નો ભંગ કર્યો હોવાનું જણાયું હતું, જે ખેલાડી, અમ્પાયર, મેચ રેફરી અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે અયોગ્ય શારીરિક સંપર્ક સાથે સંબંધિત છે.

જસપ્રીત બુમરાહે ઓલી પોપનો રસ્તો રોક્યો હતો

આ ઘટના ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 81મી ઓવરમાં બની હતી. જ્યારે જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે તે દોડવા જઈ રહ્યો હતો ત્યારે તેના પર ઈરાદાપૂર્વક ઓલી પોપના રસ્તોમાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે અયોગ્ય ફિઝિકલ કોન્ટેક્ટ થયો હતો. 24 મહિનામાં બુમરાહની આ પહેલી ભૂલ હતી. તેથી તેના રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટનો ઉમેરો થયો છે.

ADVERTISEMENT

બુમરાહે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે

આ આરોપ ઓન-ફીલ્ડ અમ્પાયર પોલ રિફેલ અને ક્રિસ ગેફની, થર્ડ અમ્પાયર મેરાઈસ ઈરાસ્મસ અને ચોથા અમ્પાયર રોહન પંડિતે લગાવ્યો હતો. લેવલ 1ના ઉલ્લંઘનમાં સામાન્ય રીતે સત્તાવાર ઠપકાનો લઘુત્તમ દંડ, ખેલાડીની મેચ ફીના 50 ટકા મહત્તમ દંડ અને એક કે બે ડિમેરિટ પોઈન્ટ હોય છે. બુમરાહે દોષ કબૂલ કર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT