Rohit Sharma Injured: T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાની ખબર, રોહિત શર્મા થયો ઇજાગ્રસ્ત!

ADVERTISEMENT

Rohit Sharma Injured
Rohit Sharma Injured
social share
google news

Rohit Sharma Injured: કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ડગઆઉટમાં બેઠો હતો. રોહિતને પ્લેઈંગ 11માં રમાડવામાં આવ્યો ન હતો કારણ કે તે મેચ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. આ બધાની વચ્ચે હવે ચાહકોને ચિંતા થવા લાગી છે કે રોહિત શર્મા સાથે બધુ બરાબર છે કે નહીં. ઘણા ચાહકો એ પણ વિચારી રહ્યા છે કે શું રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપની શરૂઆતની મેચો મિસ કરશે. પરંતુ આ બધા વચ્ચે હવે મુંબઈ ઈન્ડિયન્સના સાથી ખેલાડી અને બોલર પીયૂષ ચાવલાએ મોટું નિવેદન આપ્યું છે. ચાવલાએ આખરે ખુલાસો કર્યો કે શા માટે રોહિતને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમાડવામાં આવ્યો.

ચાવલાએ રોહિતને લઈને મોટું અપડેટ આપ્યું

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં પીયૂષ ચાવલાએ રોહિત શર્મા વિશે કહ્યું કે તેની પીઠમાં થોડી સમસ્યા છે. અને તેથી તેણે ફિલ્ડિંગ ન કરી અને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. ચાવલાએ મેચ પુરી થયા બાદ આ તમામ બાબતો જણાવી હતી. આવી સ્થિતિમાં ચાવલાની વાત સાંભળીને ચાહકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં રોહિત માટે રિકવર થવું ખૂબ જ જરૂરી છે. એક દિવસ પહેલા જ રોહિત શર્માએ ચીફ સિલેક્ટર સાથે મળીને પત્રકારો સાથે T20 વર્લ્ડ કપની પસંદગી અંગે વાત કરી હતી.

જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાના નિર્ણય પર મહત્વપૂર્ણ સમાચાર, તમામ DEOને અપાયો મોટો આદેશ?

 T20 વર્લ્ડ કપની ટીમની કમાન રોહિતના હાથમાં

રોહિત હાલમાં IPL 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ પહેલીવાર નથી જ્યારે રોહિતને પીઠની સમસ્યા થઈ હોય. અગાઉ માર્ચમાં રોહિતને કમરમાં દુખાવો થયો હતો અને તેણે ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટના ત્રીજા દિવસે મેચમાં ભાગ લીધો ન હતો. આવી સ્થિતિમાં, ચાહકોની આ પ્રાર્થના છે કે રોહિત સંપૂર્ણ રીતે ઠીક રહે. T20 વર્લ્ડ કપની ટીમની કમાન રોહિતના હાથમાં છે. ODI વર્લ્ડ કપ 2024 હાર્યા બાદ હવે રોહિત શર્માનું સમગ્ર લક્ષ્ય T20 વર્લ્ડ કપ જીતવાનું છે.
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT