નતાશાથી અલગ થતા જ હાર્દિક પંડ્યાની લાઈફમાં નવા લેડી લવની એન્ટ્રી? ગ્રીસથી આવેલી તસવીરમાં ખુલી પોલ!

ADVERTISEMENT

હાર્દિક પંડ્યા અને બ્રિટિસ સિંગરની તસવીર
Hardik Pandya
social share
google news

Natasa Stankovic-Hardik Pandya: ભારતીય ક્રિકેટ સ્ટાર્સ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સ થઈ ગયા છે. ગયા મહિને 18 જુલાઈએ બંનેએ સ્ટેટમેન્ટ આપીને ડિવોર્સના સમાચાર પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. જો કે હાર્દિક અને નતાશા વચ્ચે શું થયું તે હજુ સુધી જાહેર થયું નથી, પરંતુ તાજેતરમાં નતાશાની ચીટીંગ પોસ્ટને લાઈક કર્યા બાદ અફવાઓ ફેલાઈ હતી કે ક્રિકેટરે તેની સાથે ચીટિંગ કરી હશે. આ સમાચાર પછી તરત જ એટલે કે છૂટાછેડાની પુષ્ટિ થયાના 25 દિવસ પછી, એવા અહેવાલો છે કે હાર્દિક પંડ્યાને નવો પ્રેમ મળ્યો છે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે કારણ સ્પોર્ટ્સ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ છે. લગ્નના 4 વર્ષ બાદ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથેના સંબંધોનો અંત આવ્યા બાદ તેના જીવનમાં ફરી નવા પ્રેમની એન્ટ્રી થઈ છે. એવી વાતો છે કે તે ફરીથી પ્રેમમાં પડ્યો છે અને આ વખતે તે એક સિંગરના પ્રેમમાં છે.

સર્બિયામાં નતાશા, નવી લેડી લવ સાથે હાર્દિક?

નતાશા જ્યાં તેના પુત્ર સાથે સર્બિયામાં તેના માતાપિતાના ઘરે છે. આ દરમિયાન હાર્દિક ક્રિકેટમાંથી બ્રેક લઈને ગ્રીસમાં રજાઓ માણી રહ્યો છે. એક્ટિવ હાર્દિકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે કંઈક એવું જોયું છે, જેના પછી તેઓને શંકા છે કે તે અહીં તેની નવી લેડી લવ સાથે રજાઓ માણી રહ્યો છે.

ADVERTISEMENT

હાર્દિક પંડ્યા ગ્રીસમાં રજાઓ માણી રહ્યો છે

વાસ્તવમાં, હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયાની ડેટિંગની અફવાઓ છે. આ અફવાઓ, તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા. હાર્દિક અને જાસ્મિન બંને ગ્રીસમાં એકસાથે રજાઓ ગાળતા જોવા મળી રહ્યા છે તે જાણ્યા પછી ફેન્સ અને નેટીઝન્સ ચર્ચા કરી રહ્યા છે, બંનેની સમાન તસવીરોએ લોકોના મનમાં શંકા લાવી છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jasmin Walia (@jasminwalia)

ADVERTISEMENT

કેવી રીતે શરૂ થઈ અટકળો?

અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે ફોલોઅર્સે જોયું કે હાર્દિક અને જાસ્મિન એ એક જ પૂલ પાસે તેમની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીર એક સુંદર ગ્રીક લેન્ડસ્કેપનું હતું. જાસ્મીને હાલમાં જ બ્લુ બિકીનીમાં તેની તસવીરો પોસ્ટ કરી છે. થોડા સમય પછી, હાર્દિકે તે જ પૂલની આસપાસ ફરતો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે ક્રીમ રંગના પેન્ટ અને શર્ટમાં જોવા મળ્યો હતો. પોસ્ટના મેચિંગ બેકગ્રાઉન્ડે ફેન્સમાં આ નવી લવ સ્ટોરી વિશે ચર્ચાઓ શરૂ કરી.

ADVERTISEMENT

જાસ્મીને અફવાઓને જોર આપ્યું

આ ખબરમાં આગમાં ઘી નાખવાનું કાણ પણ જાસ્મિને જ કર્યું છે. વાસ્તવમાં, તેણે હાર્દિકનો વીડિયો લાઈક કર્યો, જે બાદ અટકળોને તેજ થઈ ગઈ. જોકે હાર્દિકે તેની બિકીની પોસ્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેણે તેની તમામ તાજેતરની તસવીરો લાઈક કરી છે, જેમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળે છે તે પણ ગ્રીસની છે. બંને ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે, આનાથી અટકળોને વધુ જોર મળ્યું છે.

સોશિયલ મીડિયા યુઝર્સ જાસ્મિનને સવાલ પૂછી રહ્યા છે

સોશિયલ મીડિયા યુઝર્સ પણ જાસ્મિનની પોસ્ટ પર હાર્દિક પંડ્યા વિશે પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'હાર્દિક પંડ્યા અને તમે સાથે છો, નવા લવ બર્ડ્સ ગ્રીસમાં એન્જોય કરી રહ્યાં છે.' અન્ય યુઝરે મજાકમાં પૂછ્યું, 'તમે હાર્દિક પંડ્યાને ક્યાં ડેટ કરી રહ્યાં છો?'

follow whatsapp

ADVERTISEMENT