IPL 2024 Auction : મનીષ પાંડે, સ્ટીવ સ્મિથ IPL 2024માં અનસોલ્ડ રહ્યા બાદ પણ રમી શકશે? જાણો શું છે નિયમ
IPL 2024 Auction : આજે દુબઈ ખાતે IPL મીની ઓક્શન યોજાઈ રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતની બહાર હરાજી થઈ રહી છે. આજની…
ADVERTISEMENT
IPL 2024 Auction : આજે દુબઈ ખાતે IPL મીની ઓક્શન યોજાઈ રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતની બહાર હરાજી થઈ રહી છે. આજની આ મીની ઓક્શનમાં 333 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ છે.
શું અનસોલ્ડ ખેલાડીઓ IPL 2024 રમી શકશે?
અત્યાર સુધીમાં પાંચ મોટા નામો છે કે જે અનસોલ્ડ રહ્યા છે તો એવામા પ્રશ્ન ઊભો થયા છે કે શું જે ખેલાડીઓ IPL મીની હરાજીમાં અનસોલ્ડ રહેશે તો પણ તેઓ IPL 2024ની સીઝનનો ભાગ બની શકશે કે કેમ.તો જવાબ છે હા. હરાજી પૂર્ણ થયા પછી, દરેક ફ્રેન્ચાઇઝીને તેમની ટીમમાં કોઈપણ અનકેપ્ડ ખેલાડીને પસંદ કરવાની તક મળશે. અત્યાર સુધીમાં ભારતીય ક્રિકેટર કરુણ નાયર, મનીષ પાંડે તેમજ ઓસ્ટ્રેલિયા ક્રિકેટર સ્ટીવ સ્મિથ IPL 2024ની હરાજીમાં અનસોલ્ડ રહ્યા છે.
જાણો શું છે નિયમ ?
તમને જણાવી દઈએ કે, હરાજીમાં જે ખેલાડી પહેલીવાર વેચાયા નથી તેનું નામ બીજી યાદીમાં જોવા મળશે. આ સમય દરમિયાન, જો તે બીજા વખત પણ વેચાતા નથી, તો તે ખેલાડી અનસોલ્ડ ખેલાડી બની જશે. હરાજી બાદ દરેક ટીમને એક યાદી આપવામા આવશે જેમાં ખેલાડીઓના નામ હશે. આ દરમિયાન હરાજી પૂર્ણ થયા પછી, કોઈપણ ટીમ આ સૂચિમાંથી કોઈપણ ખેલાડીને પસંદ કરી શકે છે. આ રીતે, અનસોલ્ડ ખેલાડીઓ માટે રમવાની આ છેલ્લી તક હોય છે. જોકે, ઘણી ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં ફેરફાર કરતી હોય છે અને આવી સ્થિતિમાં આ ખેલાડીઓને હરાજી બાદ પણ તક મળી શકે છે.
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી વધુ પૈસા
આ હરાજીમાં ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી વધુ પૈસા ખર્ચવા માટે છે. ટીમ પાસે કુલ રૂ. 38.15 કરોડ છે. ટીમે 8 સ્લોટ ભરવાના છે જેમાં બે વિદેશી ખેલાડીઓ માટે જગ્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સ પાસે સૌથી ઓછા પૈસા છે જે રૂ. 13.15 કરોડ છે. તમામ ફ્રેન્ચાઈઝી સહિત કુલ રકમ રૂ. 262.95 કરોડ છે.
ADVERTISEMENT