IPL 2025 પહેલા પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે કઈ વાતને લઈને ડખો થયો? પ્રીતિ ઝિંટા કોર્ટમાં પહોંચી

ADVERTISEMENT

Preity Zinta
Preity Zinta
social share
google news

Punjab Kings: IPL 2025 પહેલા પંજાબ કિંગ્સ (PBKS) ફ્રેન્ચાઈઝીમાં મોટો વિવાદ ઉભો થયો છે. ટીમની સહ-માલિક અને બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ફ્રેન્ચાઈઝીના સૌથી મોટા શેરહોલ્ડર મોહિત બર્મન વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે. પ્રીતિએ રાજ્યની હાઈકોર્ટમાંથી મોહિત બર્મન સામે રોક લગાવવાનો આદેશ પ્રાપ્ત કર્યો છે, જેમાં બર્મનનો હિસ્સો વેચવાના પ્રયાસને રોકવાની માંગ કરી છે.

શું મોહિત બર્મન ફ્રેન્ચાઈઝીમાં પોતાનો 11.5 ટકા હિસ્સો વેચશે?

મોહિત બર્મન પંજાબ કિંગ્સની મૂળ કંપની KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડમાં 48 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે. તાજેતરના અહેવાલો અનુસાર, બર્મન પોતાનો 11.5 ટકા હિસ્સો થર્ડ પાર્ટીને વેચવાની યોજના બનાવી રહ્યા છે. શેર વેચવા એ એક સામાન્ય વ્યવસાય પ્રક્રિયા છે, પરંતુ ફ્રેન્ચાઇઝી ભાગીદારો વચ્ચે આંતરિક કરાર છે કે હિસ્સો પહેલા વર્તમાન ભાગીદારોને આપવો જોઈએ. ક્રિકબઝના અહેવાલ મુજબ, મોહિત બર્મને પોતાનો હિસ્સો વેચવાની યોજનાને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, "મારો હિસ્સો વેચવાની મારી કોઈ યોજના નથી".

પ્રીતિ ઝિંટાએ આ મામલે કાયદાકીય કાર્યવાહી કરી

જોકે, પ્રીતિ ઝિંટાએ આ મામલે કાયદાકીય કાર્યવાહી કરી છે અને આ મામલે કોર્ટમાં 20 ઓગસ્ટે સુનાવણી થશે. હાલમાં, આ વિવાદ પર અન્ય ભાગીદારો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ADVERTISEMENT

ધ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પ્રીતિ ઝિંટાએ પોતાની અરજીમાં કહ્યું કે, ટીમમાં બર્મનનો સૌથી મોટો હિસ્સો છે અને તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે. તેણે આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિયેશન એક્ટ-1996ની કલમ 9 હેઠળ આ અરજી દાખલ કરી છે અને વચગાળાના પગલાં અને માર્ગદર્શિકાની માંગ કરી છે.

પંજાબ કિંગ્સમાં 11.5 ટકા હિસ્સાનું મૂલ્ય શું છે?

પંજાબ કિંગ્સના 11.5 ટકા હિસ્સાની કિંમત 540 થી 600 કરોડ રૂપિયાની વચ્ચે આંકવામાં આવી રહી છે. IPLમાં દરેક ટીમની કિંમત ઘણી વધારે છે. પંજાબ કિંગ્સ હજુ સુધી આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. છેલ્લા એક દાયકાથી ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT