IPL 2024 પહેલા Gujarat Titans ને મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટરના ટૂર્નામેન્ટમાં રમવા પર સસ્પેન્સ
ઈજાના કારણે રાશિદ ખાને પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝનમાંથી નામ પાછું ખેંચ્યું. રાશિદ ખાનના IPL 2024ની સીઝમ રમવા પર હાલમાં સસ્પેન્સ. નવેમ્બરમાં પીઠની સર્જરી કરાવ્યા…
ADVERTISEMENT
- ઈજાના કારણે રાશિદ ખાને પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝનમાંથી નામ પાછું ખેંચ્યું.
- રાશિદ ખાનના IPL 2024ની સીઝમ રમવા પર હાલમાં સસ્પેન્સ.
- નવેમ્બરમાં પીઠની સર્જરી કરાવ્યા બાદથી રાશિદ ખાન મેદાન પર ઉતર્યો નથી.
Rashid Khan Injury: રાશિદ ખાને પાકિસ્તાન સુપર લીગની (PSL) આગામી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વાસ્તવમાં રાશિદ ખાન સર્જરી બાદ રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. રાશિદ ખાનની ઈજાના કારણે IPLની ટીમ ગુજરાત ટાઇટન્સનું (Gujarat Titans) ટેન્શન વધી ગયું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું રાશિદ ખાન IPL સુધી ફિટ થઈ જશે? શું રાશિદ ખાન આ સિઝનમાં રમતો જોવા મળશે? રાશિદ ખાને ગયા વર્ષે નવેમ્બરમાં સર્જરી કરાવી હતી. આ પછી માનવામાં આવી રહ્યું હતું કે તે જલ્દી જ કમબેક કરી શકે છે, પરંતુ તે ભારત સામેની 3 ટી20 સીરીઝમાં રમી શક્યો નહોતો.
અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટે શું કહ્યું?
અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટે કહ્યું કે, અમે રાશિદ ખાનની વાપસીને લઈને ઉતાવળમાં નથી. તે અમારા માટે મોટો ખેલાડી છે. અમે પહેલા આશ્વસ્ત થવા માંગીએ છીએ કે રાશિદ ખાન સંપૂર્ણ રીતે ફિટ છે, જેથી આવનારા દિવસોમાં આવી ઈજાઓથી બચી શકાય. તે ફિટ થયા બાદ જલ્દી જ ગ્રાઉન્ડ પર જોવા મળશે. જો કે, આ પહેલા રાશિદ ખાન ડૉક્ટરને મળીને જાણવા માંગે છે કે બધું બરાબર છે. તે ટૂંક સમયમાં મેદાન પર પરત ફરી શકે છે, પરંતુ અમે કંઈપણ ઉતાવળમાં કરવા માંગતા નથી.
IPLમાં ગુજરાત ટાઈટન્સની મુશ્કેલીઓ વધશે!
IPLમાં રાશિદ ખાનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રાશિદ ખાન ગુજરાત ટાઇટન્સનો એક ભાગ છે. જો રાશિદ ખાન IPL સુધી ફિટ નહીં થાય તો ગુજરાત ટાઇટન્સ માટે આ એક મોટો ફટકો માનવામાં આવશે. ખરેખર, હરાજી પહેલા, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. આ પછી શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ હવે જો રાશિદ ખાન રમી શકશે નહીં તો ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધવાની ખાતરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT