IPL 2024: CSK ની ટીમ માટે Good News, આજની મેચમાં આ ઘાતક બોલરની પ્લેઈંગ 11માં થશે એન્ટ્રી!

ADVERTISEMENT

IPL 2024 SRH vs CSK
આ બોલરને પ્લેઇંગ-11માં મળશે સ્થાન
social share
google news

IPL 2024, SRH vs CSK Playing XI: IPL ની 17મી સિઝનની 18મી મેચમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે.  બંને ટીમો વચ્ચેની આ ટક્કર હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. મેચમાં CSK ની કપ્તાની ઋતુરાજ ગાયકવાડ કરશે, જ્યારે  પેટ કમિન્સના ખભા પર SRHની જવાબદારી રહેશે.   

આ બોલરને પ્લેઇંગ-11માં મળશે સ્થાન

આ મેચમાં બંને ટીમોની નજર પ્લેઇંગ-11 પર પણ રહેશે. મેચ માટે ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ-11માં એક ફેરફાર નિશ્ચિત છે. બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાન આ મેચ માટે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ-11માં સામેલ કરી શકે છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદની ઈલેવનમાં કોઈ ફેરફારની શક્યતા નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી ત્રણમાંથી બે મેચ જીતી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રણમાંથી માત્ર એક મેચ જીતી શક્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી 19 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન CSKએ 14 મેચ જીતી છે. જ્યારે સનરાઇઝર્સ માત્ર પાંચ મેચ જીતી શકી છે.

ચેન્નાઈની ટીમ જીતની તલાસમાં 

દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી મેચમાં હારનો સામનો કર્યા બાદ ચેન્નાઈની ટીમ જીતની તલાસ રહેશે. જોકે, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને તેના ઓપનિંગ પાર્ટનર રચિન રવિન્દ્રને સ્પિનિંગ બોલનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી મેચમાં તેનું ફિનિશર ફોર્મ બતાવ્યું અને 16 બોલમાં 37 રન બનાવ્યા. જો કે, આ મેચમાં ધોનીના સ્થાને શિવમ દુબે અને સમીર રિઝવીને ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.

ADVERTISEMENT

આ પણ વાંચો:- IPL 2024 માં બુધવારનો દિવસ ખાસ! પહેલા હૈદરાબાદ અને પછી કોલકાતાએ RCBનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સના સંભવિત પ્લેઈંગ-11: રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, ડેરિલ મિશેલ, સમીર રિઝવી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મથિશા પાથિરાના/શિવમ દુબે, શાર્દુલ ઠાકુર.

સનરાઇઝર્સ હૈદરાબાદના સંભવિત પ્લેઇંગ-11: મયંક અગ્રવાલ/વોશિંગ્ટન સુંદર, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT