IPL 2024: સંજૂ સેમસન આઉટ કે નોટ-આઉટ? અમ્પાયરના વિચિત્ર નિર્ણય પર ફેન્સે ઉઠાવ્યા સવાલ

ADVERTISEMENT

Sanju Samson
Sanju Samson
social share
google news

Sanju Samson Out, DC vs RR IPL 2024 Highlights: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની એક શાનદાર મેચ 7 મેના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યોજાઈ હતી. દિલ્હી ભલે આ મેચ 20 રને જીતી ગયું હોય, પરંતુ એક સમયે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પોતાની બેટિંગથી દિલ્હીની જીતનું સપનું લગભગ તોડી નાખ્યું હતું.

સંજુ સેમસનને આઉટ આપવા પર હોબાળો

જો કે સંજુ સેમસન જે રીતે આઉટ થયો તેના પર ઘણા સવાલો ઉભા થયા હતા, પરંતુ સવાલ એ હતો કે શું સંજુ સેમસન ખરેખર આઉટ થયો હતો. આ દરમિયાન દિલ્હી ટીમના કો-ઓનર પાર્થ જિંદાલ પર પણ સવાલો ઉઠ્યા હતા. 

શાઈ હોપના હાથે સેમસન કેચ આઉટ

સંજુએ 46 બોલમાં 86 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે, જે દરમિયાન સંજુનો સ્ટ્રાઇક રેટ 186.95 હતો. સંજુ જ્યારે રમી રહ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે રાજસ્થાન રોયલ્સ સરળતાથી 222 રનના લક્ષ્યનો ટાર્ગેટ મેળવી લેશે, પરંતુ તે 16મી ઓવરમાં મુકેશ કુમારના ચોથા બોલ પર બાઉન્ડ્રી લાઇન પર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો.

ADVERTISEMENT

સેમસન જે રીતે આઉટ થયો હતો તેના પર જ પ્રશ્નો ઉભા થયા હતા. વાસ્તવમાં, સંજુ સેમસનનું માનવું હતું કે કેચ લેતી વખતે શાઈ હોપે બાઉન્ડ્રી લાઈનને સ્પર્શ કર્યો હતો. સોશિયલ મીડિયા પર અમ્પાયરના નિર્ણય સામે ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી હતી કે કેચ આઉટના મહત્વપૂર્ણ નિર્ણયને ઉતાવળથી માત્ર અમુક સેકન્ડમાં આપી દેવાયો, જ્યારે વ્હાઈડ બોલ માટે અમ્પાયરે કેમેરાની દરેક એંન્ગલથી તપાસ કરી.

અમ્પાયર સાથે દલીલ પર સેમસનને દંડ

પરંતુ થર્ડ અમ્પાયરે સેમસનને આઉટ આપ્યો હતો, પરંતુ આઉટ હોવા છતાં તે અધવચ્ચે જ પાછો ફર્યો હતો. આ પછી તેણે મેદાન પરના અમ્પાયર સાથે વાત કરી, જે દરમિયાન વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું. જોકે મેચ બાદ સંજૂને આ વર્તન બદલ મેચ ફીના 30 ટકાનો દંડ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

દિલ્હી કેપિટલ્સના કો-ઓનર પાર્થ જિંદાલની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ

સંજુ સેમસનને આઉટ કર્યા બાદ દિલ્હી કેપિટલ્સના કો-ઓનર પાર્થ જિંદાલની પ્રતિક્રિયા પણ ખૂબ ચર્ચામાં રહી હતી. વાસ્તવમાં, સેમસને મેદાન પરના અમ્પાયરને નિર્ણય અંગે વાંધો ઉઠાવ્યો કે તરત જ જિંદાલે તેના પર "આઉટ ઇઝ આઉટ, આઉટ ઇઝ આઉટ" બૂમો પાડવાનું શરૂ કર્યું. જિંદાલની પ્રતિક્રિયાની સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT