પંજાબની વર્લ્ડ રેકોર્ડ જીત બાદ આ ખેલાડીએ છોડ્યો ટીમનો સાથ, અધવચ્ચે IPL માંથી ઘરે પાછા ફર્યો
Sikandar Raza Left Punjab Kings: IPL 2024 સીઝનની 42મી મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વર્લ્ડ રેકોર્ડ જીત હાંસલ કરી. પંજાબની ટીમે T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ 262 રનના સ્કોરનો પીછો કરીને જીત હાંસેલ કરી.
ADVERTISEMENT
Sikandar Raza Left Punjab Kings: IPL 2024 સીઝનની 42મી મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વર્લ્ડ રેકોર્ડ જીત હાંસલ કરી. પંજાબની ટીમે T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ 262 રનના સ્કોરનો પીછો કરીને જીત હાંસેલ કરી. જો કે, આ શાનદાર જીત બાદ પંજાબ કિંગ્સને આંચકો લાગ્યો છે અને તેનો વિદેશી ખેલાડી સિકંદર રઝા હવે પંજાબ કિંગ્સનું ડગઆઉટ છોડીને પાછો ફર્યો છે.
આ પણ વાંચો: Multibagger Stocks: જોરદાર શેર....1 વર્ષમાં 1900%નું રિટર્ન, કંપનીનો નફો જોઈને ચોંકી જશો
સિકંદર રઝાએ પોતે માહિતી આપી હતી
સિકંદર રઝાએ તેના X હેન્ડલ પર તેના પરત ફરવાની માહિતી પોસ્ટ કરી અને લખ્યું, ભારતનો આભાર, મેં IPLમાં પંજાબ કિંગ્સ સાથે આ ટુર્નામેન્ટની દરેક મિનિટનો આનંદ માણ્યો, પરંતુ હવે રાષ્ટ્રીય ફરજનો સમય આવી ગયો છે. ઇન્શાઅલ્લાહ અમે ટૂંક સમયમાં ફરી મળીશું.
આ પણ વાંચો: કોંગ્રેસ જીતી જશે તો છીનવી લેશે સંપત્તિ-મંગળસૂત્ર? Exclusive ઈન્ટરવ્યુમાં ખડગેએ આપ્યા બધા જવાબ
સિકંદર રઝા કેમ પાછા ફર્યા?
IPL 2024 સીઝન માટે સિકંદર રઝાના સ્વદેશ પરત ફરવાનું કારણ એ છે કે તેમના દેશ ઝિમ્બાબ્વેની T20 ટીમને મે મહિનામાં બાંગ્લાદેશ પ્રવાસ પર પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે. આ પહેલા ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા ઝિમ્બાબ્વે સાથે કેમ્પની તૈયારી કરવા અને ટીમ બનાવવા માટે પરત ફર્યા છે. પંજાબ કિંગ્સની ટીમે સિકંદરને આ સિઝનમાં માત્ર બે મેચ રમવાની તક આપી હતી. જેમાં સિકંદરે 21.50ની એવરેજથી 43 રન બનાવ્યા હતા અને બે ઓવર નાખી જોકે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. હવે સિકંદર ઝિમ્બાબ્વેને જીતવામાં મદદ કરવા બાંગ્લાદેશની ટીમ સામે મેદાનમાં ઉતરશે, જ્યારે આ સિરીઝ સાથે તેની ટીમ ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓને પણ મજબૂત કરવા માંગશે.
ADVERTISEMENT
ADVERTISEMENT