PBKS-MIની મેચમાં હોબાળો, સિગ્નલ આપતા 'પકડાયું' મુંબઈનું ડગઆઉટ, SRHના પૂર્વ કોચે કરી ખાસ માંગ
PBKS vs MI Match: IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને નવ રનથી હરાવ્યું. આ સિઝનમાં મુંબઈની આ ત્રીજી જીત છે. જો કે આ મેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણયને લઈને હોબાળો થયો છે.
ADVERTISEMENT
PBKS vs MI Match: IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને નવ રનથી હરાવ્યું. આ સિઝનમાં મુંબઈની આ ત્રીજી જીત છે. જો કે આ મેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણયને લઈને હોબાળો થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ભૂતપૂર્વ કોચ ટોમ મૂડીએ તો ખાસ માંગ કરી છે. આ મેચમાં મુંબઈનો ડગઆઉટ DRS માટે સિગ્નલ મોકલતો પકડાયો હતો. જે બાદ પંજાબ કિંગ્સનો કેપ્ટન સેમ કુરન ગુસ્સે થઈ ગયો હતો.
આ પણ વાંચો: IPL 2024: હાર્દિક પંડ્યા મેચ જીત્યો પણ એક ભૂલ ભારે પડી, BCCI એ ફટકાર્યો લાખોનો દંડ
મેચમાં MIના ડગઆઉટમાંથી થયો ઈશારો
વાસ્તવમાં મામલો પ્રથમ ઈનિંગની 15મી ઓવરનો છે. પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સૂર્યકુમાર યાદવને વાઈડ યોર્કર ફેંક્યો, જ્યાં તે પહોંચી શક્યો નહીં. જોકે, અમ્પાયરે તે બોલને વાઈડ જાહેર કર્યો ન હતો. દરમિયાન, મુંબઈ કેમ્પના સભ્યો કથિત રીતે રિપ્લે જોતા અને પછી સૂર્યકુમારને રીવ્યૂ કરવા માટે સંકેત આપતા જોવા મળ્યા હતા. રિવ્યૂ બાદ અમ્પાયરે તેને વાઈડ જાહેર કર્યો, પરંતુ પંજાબનો કેપ્ટન આનાથી ગુસ્સે થઈ ગયો.
ચાર ઓવર પછી ફરી વિવાદિત નિર્ણય
આના થોડા સમય પછી, 19મી ઓવરમાં સેમ કરને બહાર બોલ ફેંક્યો, જ્યાં ટિમ ડેવિડ પહોંચી ગયો. બોલ વિકેટકીપર પાસેથી પસાર થયો હતો. શરૂઆતમાં તેને વાઈડ કહેવામાં આવ્યો ન હતો, પરંતુ બેટ્સમેને રિવ્યૂ કરવાનું નક્કી કર્યું. રિપ્લેમાં જાણવા મળ્યું કે, બોલ ડેવિડના બેટની નીચે ગયો હતો અને ત્રીજા અમ્પાયર નીતિન મેનને તેને વાઈડ જાહેર કર્યો હતો. જ્યારે IPLના નિયમો અનુસાર જો બોલ બેટ્સમેનની પહોંચમાં હોય તો તે વાઈડ કહી શકાતો નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: IPLની સીઝન વચ્ચે RCBના મેક્સવેલે બીજી ટીમ માટે કરાર કર્યો, હવે રિકી પોન્ટિંગના કોચિંગમાં રમશે
SRHના કોચે ઉઠાવ્યા અમ્પાયર પર સવાલ
આ મેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે. આ સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા મૂડીએ કહ્યું-
કેટલાક અમ્પાયરો મેદાન પર સારા હોય છે, પરંતુ થર્ડ અમ્પાયર પાસે કેટલીક કુશળતા અને અનુભવ હોવો જોઈએ. હવે સમય આવી ગયો છે કે આપણે નિષ્ણાત થર્ડ અમ્પાયરની નિમણૂક કરવા વિશે વિચારવું જોઈએ, કારણ કે ઘણા વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ટોમ મૂડી કહે છે કે, IPLમાં ડીઆરએસ વાઈડ અને નો બોલ માટે લેવામાં આવે છે.
ADVERTISEMENT