IPL 2024 Opening Ceremony: ક્યારે, ક્યાંથી અને કેવી રીતે જોઇ શકશો IPL ની ગ્રાન્ડ સેરેમની, જાણો એક જ ક્લિકમાં

ADVERTISEMENT

ઓપનિંગ સેરેમનીને લઈ લોકો ઉત્સુક
IPL 2024 Opening Ceremony
social share
google news

IPL 2024 Opening Ceremony: IPL 2024 22 માર્ચથી શરૂ થશે, જ્યાં ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ માટે જ્યારે તેઓ સિઝનની શરૂઆત કરશે ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ તેમની નવમો પ્રસંગ હશે. 

ઓપનિંગ સેરેમનીને લઈ લોકો ઉત્સુક

IPL 2024 ની ગ્રાન્ડ શરૂઆત 22 માર્ચથી થશે, ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ csk અને rcb વચ્ચે રમાશે. ધોનીની ટીમે આ પહેલા 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં ipl ટાઇટલ પોતાને નામ કર્યા છે. RCB vs CSK મેચનો અઅ પ્રથમ મેચ ખૂબ જ રોમાંચક બનશે, પરંતુ IPL ની શરૂઆત પહેલા યોજાતી ઓપનિંગ સેરેમનીને લઈને પણ સૌ કોઈ ઉત્સુક હોય છે. દર વખતની જેમ આ વખતે પણ IPL 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા મોટા સ્ટાર્સ ભાગ લેશે. આ ગ્રાન્ડ સેરેમનીનો સમારોહ કેવી રીતે, ક્યારે અને ક્યાં જોઈ શકશે સામાન્ય લોકોને અઅ બાબતે પ્રશ્ન થતો હોય છે તો એના માટે અઅ સમાચાર મહત્વના છે.

ક્યાં-ક્યાં સ્ટાર્સ લેશે ભાગ

કેટલાક અહેવાલો અનુસાર, સોનુ નિગમ, એઆર રહેમાન સહિત બૉલીવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ આઈપીએલની આગામી સિઝનની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના છે. એવું કહેવામાં આવે છે કે, સોનુ નિગમ અને એઆર રહેમાન સાથે મળીને દેશભક્તિ પર એક ખાસ પરફોર્મન્સ આપશે. આ સમગ્ર સમારોહની 30 મિનિટનો રહેશે.

ADVERTISEMENT

ક્યારે અને ક્યાં થશે IPL 2024નું ઉદઘાટન સમારોહ?

આ વર્ષે IPLની ઓપનિગ સેરેમની  MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચની શરૂઆત પહેલા 22 માર્ચે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. Jio સિનેમા પર IPL 2024 ની ઓપનિંગ સેરેમની સહિત તમામ IPL મેચોને મફતમાં સ્ટ્રીમ કરી શકે છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT