IPL 2024: 'મુંબઈ ઈન્ડિયન્સમાં પડ્યા ફાંટા, અંદરોઅંદર ઝઘડાથી પ્રદર્શનને અસર', પૂર્વ ક્રિકેટરનો મોટો દાવો

ADVERTISEMENT

 IPL 2024 Mumbai Indians Divided
શું મુંબઈ ઈન્ડિયન્સમાં ફાંટા પડી ગયા?
social share
google news

IPL 2024 Mumbai Indians Divided : IPLની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ જીતના પાટા પરથી ઉતરી ગઈ છે. 5 વખત ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પોતાની લયમાં નથી આવી. 9 મેચમાં 3 જીત અને 6 મેચ હારી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઈકલ ક્લાર્કે મુંબઈ ઈન્ડિયન્સ અંગે મોટો દાવો કર્યો છે.

બે ભાગમાં વહેંચાઈ ગઈ છે ટીમઃ માઈકલ ક્લાર્ક

મીડિયા સાથે વાત કરતા ક્લાર્કે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. જેના કારણે ટીમના પ્રદર્શન પર તેની અસર પડી રહી છે. રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર ક્રિકેટરોવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ તો બિલકુલ નથી રહ્યું. ક્લાર્કે વધુમાં કહ્યું કે મોટી ટુર્નામેન્ટ જીતવી એ વ્યક્તિગત રીતે પ્રદર્શન કરવાને બદલે એકતા બતાવીનેને એક ટીમ તરીકે રમવા પર નિર્ભર કરે છે. 

પ્લેઓફમાં સામેલ થવા માટે MIએ કરવી પડશે મહેનત 


મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. આવી સ્થિતિમાં પ્લેઓફની રેસમાં રહેવા માટે તેને બાકીની મેચો કોઈપણ ભોગે જીતવી પડશે. જો આમ નહીં થાય તો મુંબઈ આ સિઝનમાંથી બહાર થઈ જશે. આજે મુંબઈ સામે લખનઉની મેચ છે. જેને મુંબઈએ કોઈપણ ભોગે જીતવી પડશે.

ADVERTISEMENT

આ વખતે ટીમની કમાન હાર્દિકના હાથમાં

વાસ્તવમાં, આ વખતે મુંબઈ ઈન્ડિયન્સના પ્રદર્શન પાછળનું કારણ કેપ્ટનનું પરિવર્તન છે. ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માને હટાવીને ગુજરાત ટાઈટન્સમાંથી આવેલા હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય મુંબઈ ઈન્ડિયન્સ માટે બેકાર સાબિત થઈ રહ્યો છે. મુંબઈની ટીમ ન માત્ર ખરાબ પ્રદર્શન કરી રહી છે પરંતુ ટીમના ખેલાડીઓ વચ્ચે અંદરોઅંદર લડાઈ પણ થઈ રહી છે. જેની અસર ટીમના પ્રદર્શન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT