IPL 2024 Match Live: મુસ્તફિઝુર રહેમાનનો તરખાટ, એક જ ઓવરમાં કોહલી-ગ્રીનને કર્યા પેવેલિયન ભેગા
IPL 2024 Match Live: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન આજ (22 માર્ચ)થી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં આજે CSKની ટીમ મેદાનમાં ઉતરશે.
ADVERTISEMENT
IPL 2024 Match RCB vs CSK Live Score: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન આજ (22 માર્ચ)થી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં આજે CSKની ટીમ મેદાનમાં ઉતરશે.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:04 PM • 22 Mar 2024એક જ ઓવરમાં કોહલી-ગ્રીન આઉટ
આ મેચમાં RCBનો બેટિંગ ઓર્ડર સંઘર્ષ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 12મી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો. આ સાથે જ કેમેરોન ગ્રીન પણ આ જ ઓવરના ચોથા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. આ બંને બેટ્સમેન બાંગ્લાદેશના ઘાતક બોલર મુસ્તાફિઝુર રહેમાનનો શિકાર બન્યા હતા. 12 ઓવર પછી ટીમનો સ્કોર 78/5 છે.
- 08:57 PM • 22 Mar 2024વિરાટ કોહલી 21 રન બનાવીને આઉટ
RCBએ ચોથી વિકેટ ગુમાવી છે. વિરાટ કોહલી 21 રન કરી આઉટ થયો હતો. તેણે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. આ પછી તેણે કેમરૂન ગ્રીન સાથે 35 રનની ભાગીદારી કરી હતી. મુસ્તફિઝુર રહેમાને ત્રીજી વિકેટ લીધી છે.
- 08:51 PM • 22 Mar 2024RCB એ 3 વિકેટ ગુમાવી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્કોર 8મી ઓવરમાં 50ને પાર છે, સાથે જ ટીમે 3 વિકેટ ગુમાવી છે.
- 08:22 PM • 22 Mar 2024ડુ પ્લેસિસની વિસ્ફોટક શરૂઆત
RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી છે. તેણે પ્રથમ બે ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. 2 ઓવર પછી RCBનો સ્કોર 16/0 હતો.
- 07:52 PM • 22 Mar 2024બન્ને ટીમની પ્લેઇંગ-11
CSK ટીમની પ્લેઇંગ-11
ઋતુરાજ ગાયકવાડ(કેપ્ટન), રચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, રવીન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની(વિકેટકીપર), દીપક ચહર, મહિશ થિક્સાના, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડે.
RCB ટીમની પ્લેઇંગ-11
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનુજ રાવત, કર્ણ શર્મા, અલ્ઝારી જોસેફ, મયંક ડાગર અને મોહમ્મદ સિરાજ
- 07:51 PM • 22 Mar 2024RCBએ ટૉસ જીત્યો
લીગની શરૂઆતની મેચમાં RCBએ ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે
- 07:42 PM • 22 Mar 2024વંદે માતરમથી સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું
એ. આર. રહેમાને મા તુઝે સલામ અને વંદે માતરમ ગીત ગાયું ત્યારે આખું સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું. આ સેરેમનીના અંતે એ.આર. રહેમાને જય હો.. ગીત ગાઈને સમારોહનું સમાપન કર્યું.
- 07:35 PM • 22 Mar 2024ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડનો તડકો જોવા મળ્યો
IPL 2024ની ઓપનિંગ મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડનો તડકો જોવા મળ્યો હતો. પહેલા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનું પરફોર્મન્સ આપ્યું. અક્ષય કુમારે ભૂલભૂલૈયા અને દેસી બોયઝ જેવી હિટ ફિલ્મોના ગીતો પર પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ મોહિત ચૌહાણ, એઆર રહેમાન અને પીઢ બોલિવૂડ સિંગર સોનુ નિગમે પણ પોતાના ગીતોથી ચાહકોના દિલ જીતી લીધા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT