IPL 2024 Auction: પૉવેલ પર કરોડોનો વરસાદ, હેરી બ્રુકને ભારે નુકસાન; એક મોટો ખેલાડી અનસોલ્ડ

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news

IPL 2024 Auction Rovman Powell, Harry Brook: IPL 2024ની હરાજી શરૂ થઈ ચૂકી છે. પહેલી બોલી વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી રોવમેન પૉવેલ (Rovman Powell) પર લગાવવામાં આવી છે. તેની બેસ પ્રાઈઝ (base price) 1 કરોડ રૂપિયા હતી. પ્રથમ બિડમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જંગ જામી હતી. અંતે રાજસ્થાન રોયલ્સે તેને (Rovman Powell) 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પૉવેલ ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. તેને દિલ્હીની ટીમે રિલીઝ કર્યો હતો.

IPLમાં રોવમેન પૉવેલનું પ્રદર્શન?

પૉવેલે IPL 2022માં દિલ્હી કેપિટલ્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તેણે 17 મેચ રમીને 257 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 146થી ઉપર રહ્યો છે. હવે આવનારી સિઝનમાં તે બ્લુ નહીં પણ પિંક જર્સીમાં જોવા મળશે.

 

ADVERTISEMENT

હેરી બ્રુકને થયું મોટું નુકસાન

ઈંગ્લેન્ડના હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે રિલીઝ કર્યો હતો. હવે તે આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સમાં રમતો જોવા મળશે. તેની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી કેપિટલ્સે તેના પર સૌથી વધુ બોલી લગાવી હતી અને તેને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઈંગ્લેન્ડના આ સ્ટાર ખેલાડીને ગયા વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલે કે આ વખતે તેને 9.25 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

કરુણ નાયર અનસોલ્ડ

સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી રાઈઝ રુસો અને ભારત માટે ત્રિપલ સદી ફટકારનાર કરુણ નાયરને કોઈ ખરીદનાર ન મળ્યો. તે પ્રથમ સેટમાં અનસોલ્ડ ગયો છે. તેની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષે તે દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. પરંતુ હાલમાં કોઈપણ ટીમે આગામી સિઝન માટે પ્રથમ રાઉન્ડમાં તેનામાં રસ દર્શાવ્યો નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT