એક જ ઓવરમાં બન્યા 39 રન... Yuvraj Singh અને કેરોન પોલાર્ડનો સૌથી મોટો રેકોર્ડ તૂટ્યો

ADVERTISEMENT

Cricket News
Cricket News
social share
google news

Samoa vs Vanuatu: ક્રિકેટની દુનિયામાં દરરોજ રેકોર્ડ બને છે અને તૂટે છે. જ્યારે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 36 રન ફટકાર્યા ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે આ રેકોર્ડ ખૂબ જ મુશ્કેલીથી તૂટશે. પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે. હવે આ નવો રેકોર્ડ વાનુઅતુના બોલર નલિન નિપિકોના નામે નોંધાયો છે, જેણે એક ઓવરમાં 36ને બદલે 39 રન આપ્યા છે. નલિન નિપિકો T20 ઈન્ટરનેશનલ ક્રિકેટની એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. આ પહેલા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણી વખત 1 ઓવરમાં 36 રન બની ચૂક્યા છે.

આ દિગ્ગજે મહેફિલ લૂંટી

સમોઆ અને વાનુઅતુ ક્રિકેટ ટીમ વચ્ચે T20 મેચ રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી સમોઆ ક્રિકેટ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર સીન કોટર અને ડેનિયલ બર્ગેસ 5 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી બેટિંગ કરવા આવેલા ડેરિયસ વિસરે જવાબદારી લીધી અને માત્ર 62 બોલમાં 132 રનની તોફાની બેટિંગ કરી. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 14 છગ્ગા પણ ફટકાર્યા હતા. ડેનિયલની આ ઇનિંગની મદદથી સમોઆ ક્રિકેટ ટીમ 174 રન બનાવી શકી અને મેચ જીતી લીધી.

એક ઓવરમાં 39 રન આપ્યા

વાનુઅતુ ક્રિકેટ ટીમ માટે 15મી ઓવર લઈને આવેલ નલિન નિપિકો સામે સમોઆ ક્રિકેટ ટીમનો બેટ્સમેન ડેરિયસ વિસર બેટ્સમેન કરી રહ્યો હતો. ડેરિયસ વિસરે આ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ છે કે સામેના બોલરે મેચમાં બે નો બોલ પણ નાખ્યા હતા. જેનો બેટ્સમેને લાભ ઉઠાવ્યો હતો.

ADVERTISEMENT

યુવરાજ સિંહની બરાબરી કરી હતી

ડેરિયસ વિસરે આ મેચમાં એક ઓવરમાં કુલ 6 સિક્સર ફટકારી છે. આંતરરાષ્ટ્રીય T20 મેચની એક ઓવરમાં 6 સિક્સર મારનાર તે વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. ડેરિયસ વિસર પહેલા આ કારનામું યુવરાજ સિંહ, કેઇરોન પોલાર્ડ અને નેપાળના દીપેન્દ્ર સિંહ એરીએ કર્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT