INDvsWI: વિરાટ કોહલી-રોહિત શર્માને ટી20 માંથી પડતા મુકાઇ શકે છે
નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ રમાનારી T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ઝડપથી થઇ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા નવનિયુક્ત પુરૂષ…
ADVERTISEMENT
નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ રમાનારી T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ઝડપથી થઇ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા નવનિયુક્ત પુરૂષ સીનિયર પસંદગી સમિતીના અધ્યક્ષ અજીત અગરકરની આગેવાનીમાં બેઠક આયોજીત થશે. માનવામાં આવી રહ્યું છે કે, નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને એકવાર ફરીથી ટી20 ટીમથી બહાર રાખવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાને એકવાર ફરીથી ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
કાર્યવાહક મુખ્યપસંદગીકાર શિવસુંદર દાસની આગેવાનીમાં ચાર સભ્યોની પસંદગી સમિતીએ વેસ્ટ ઇન્ડીઝ મુલાકાત માટે ટેસ્ટ અને વનડે ટીમની પસંદગી કરી હતી. હવે અજીત અગરકર આ પસંદગી સમિતી સાથે જોડાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે જ બેઠક થશે. આ દરમિયાન ટીમની પસંદગી થઇ શકે છે. પસંદગીકારો એકવાર ફરીથી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં યુવાનોને તક આપી શકે છે. એવામાં રોહિત અને કોહલીનું સ્થાન પછી ક્યારે પણ નહી બને.
વન ડે વર્લ્ડકપ બાદ ટી20 માં જ થઇ શકે છે સીનિયર્સની વાપસી
વિરાટ અને રોહિત ટી 20 વર્લ્ડકપ 2022 બાદ આ ફોર્મેટમાં રમ્યા નથી. પસંદગીકારો તે સમયથી હાર્દિકની કેપ્ટન્સીમાં યુવાનોને તક આપી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, અગરકરની આગેવાનીમાં આ પ્રથાને શરૂ રાખવામાં આવી શકે છે. કોહલી અને રોહિત ઉપરાંત મોહમ્મદ શમી પણ ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની બહાર છે. પસંદગીકારો હાલ હાર્દિકને ટી20 ના નિયમિત કેપ્ટન નથી બનાવવા માંગતા. સીનિયર ખેલાડી વનડે વર્લ્ડકપ બાદ આ ફોર્મેટમાં પરત ફરી શકે છે.
ADVERTISEMENT
મોહિત, રિંકુ અને યશસ્વીની પસંદગી થઇ શકે છે
રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને મોહિત શર્માને આઇપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમમાં પસંદગી કરવામાં આવી શકે છે. યશસ્વીને ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે. જો કે તેઓ વન ડે ટીમમાં નથી. રિંકુએ આઇપીએલના ગત્ત અનેક સિઝનમાં મેચ ફિનિશ કરવાની પોતાની ક્ષમતાને સૌથી વધારે પ્રભાવિત કર્યા છે. બીજી તરફ મોહિતની પાસે 2014 માં ટી 20 વર્લ્ડ કપ અે 2015 માં વનડે વર્લ્ડકપનો અનુભવ છે.
ADVERTISEMENT