INDvsENG: ભારતના ધબડકા બાદ ઇંગ્લેન્ડને જીતવા માટે 230 રનનો ટાર્ગેટ મળ્યો
IND Vs ENG Live Score, World Cup 2023: આજે ભારતીય ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપની બ્લોકબસ્ટર મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ…
ADVERTISEMENT
IND Vs ENG Live Score, World Cup 2023: આજે ભારતીય ટીમ ICC ક્રિકેટ વર્લ્ડ કપની બ્લોકબસ્ટર મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જેમાં ભારતે પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડને જીતવા માટે 230 રનોનો ટાર્ગેટ આપ્યો છે. જો કે ભારતની શરૂઆત ખુબ જ નબળી રહી હતી. એક પછી એક ખેલાડીઓ ટપોટપ આઉટ થવા લાગ્યા હતા.
ઈતિહાસ બતાવે છે કે ઈંગ્લેન્ડ પાસે હજુ પણ વર્લ્ડ કપમાં વધુ સારા આંકડા છે. 8 મેચમાંથી ભારતે 3માં જીત મેળવી છે, ઈંગ્લેન્ડે 4માં જીત મેળવી છે અને 1 મેચ ટાઈ રહી છે. વર્લ્ડ કપમાં ભારતની છેલ્લી જીત 2003માં ઈંગ્લેન્ડ સામે થઈ હતી. મેચ માટે બંને ટીમોના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર થયો નથી.
ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં નવ વિકેટે 220 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો. બુમરાહે 16 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતે માત્ર 40 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિત શર્મા અને કેએલ રાહુલે 91 રનની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું.
ADVERTISEMENT
રોહિતે 101 બોલનો સામનો કરીને 87 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 49 રન બનાવીને ભારતને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડવામાં મદદ કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને બે-બે સફળતા મળી હતી.
ADVERTISEMENT