INDvsAUS Final: રોહિતની ટીમે કરવો પડશે કપિલ દેવ જેવો જાદુ, ઓસ્ટ્રેલિયાની અડધી સદીમાં જ 3 વિકેટ પડી

ADVERTISEMENT

India vs Austraila
India vs Austraila
social share
google news

IND vs AUS Final Innings Highlights : રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતી વખતે 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ થઇ ત્યારે ભારતીય ફિલ્ડરોએ પહેલા જ બોલમાં ઉંઘતા ઝડપાયા હતા. પહેલા જ બોલમાં ફિલ્ડરોના મિસ અન્ડર સ્ટેન્ડિંગના કારણે ફોર ગઇ હતી.  ઇનિંગ્સની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયન બોલરો ભારતીય બેટ્સમેનો પર વર્ચસ્વ ધરાવતા દેખાતા હતા. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી મોટી 66 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા હતા. હવે, આ ઓછા ટોટલનો બચાવ કરવા માટે, ભારતે એ જ પરાક્રમ કરવાની જરૂર છે. જે કપિલ દેવની ટીમે 1983 વર્લ્ડ કપ ફાઇનલમાં કુલ 183 રનનો બચાવ કરીને કર્યું હતું.

ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બોલિંગનો નિર્ણય લીધો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ શરૂઆતથી જ લથડતી જોવા મળી હતી. જોકે, કેપ્ટન રોહિત શર્માએ 151.61ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા ટીમને 47 રનની ઈનિંગ રમીને શરૂઆત અપાવી હતી. ભારતે 10 ઓવરમાં 2 વિકેટે 80 રન બનાવ્યા હતા, પરંતુ આ પછી ધીમે-ધીમે ટીમ પર દબાણ આવ્યું, જેના કારણે તે બચી શકી નહીં.

સારી શરૂઆત મળી નથી

ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા સારી શરૂઆત કરી શકી ન હતી. ભારતે 5મી ઓવરમાં જ શુભમન ગિલ (04)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેની ભાગીદારી માત્ર 46 રન (32 બોલ)ના સ્કોર સુધી પહોંચી હતી જ્યારે 10મી ઓવરમાં ગ્લેન મેક્સવેલે કેપ્ટન રોહિત શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તોફાની શૈલીમાં રમી રહેલો હિટમેન 31 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 47 રન બનાવીને આઉટ થયો હતો.

ADVERTISEMENT

ખેલાડીઓ માળાના મણકાની જેમ ખડવા લાગ્યા

11મી ઓવરમાં શ્રેયસ અય્યર 04 રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફરતા રોહિત શર્માની વિકેટથી ભારતીય ટીમ રિકવર થઈ શકી ન હતી. અય્યરને પેટ કમિન્સે આઉટ કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે 67 રન (109 બોલ)ની ભાગીદારી કરી હતી. પેટ કમિન્સે 29માં વિરાટ કોહલીને બોલ્ડ કરીને આ સમૃદ્ધ ભાગીદારીને તોડી હતી. કોહલી 4 ચોગ્ગાની મદદથી 54 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી છઠ્ઠા નંબરે આવેલ રવિન્દ્ર જાડેજા 36મી ઓવરમાં 09 રનના અંગત સ્કોર પર હેઝલવુડનો શિકાર બન્યો હતો.

ભારતીય ટીમને પાછળના ખેલાડીઓએ સ્ટેબલ કરવાનો પ્રયાસ

આ પછી સારી ઇનિંગ તરફ આગળ વધી રહેલો કેએલ રાહુલ 42મી ઓવરમાં 1 ફોરની મદદથી 66 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. ત્યારપછી 44મી ઓવરમાં મોહમ્મદ શમીને મિચેલ સ્ટાર્ક 06 રન બનાવીને આઉટ થયો હતો. 45 મી ઓવરમાં એડમ ઝમ્પા 01 રન પર આઉટ થયો હતો. 48મી ઓવરમાં હેઝલવુડ 18 રન બનાવીને આઉટ થયો હતો અને 50મી ઓવરમાં કુલદીપ યાદવ આઉટ થયો હતો. 10 રનમાં રન આઉટ થયો.

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયાની બોલિંગ ઘાતક હતી

ઓસ્ટ્રેલિયા તરફથી ખૂબ જ શાનદાર બોલિંગ જોવા મળી હતી. મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 10 ઓવરમાં 55 રન આપ્યા હતા. આ સિવાય કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલ અને એડમ ઝમ્પાને 1-1 સફળતા મળી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT