Indonesia Open 2023: સાત્વિક-ચિરાગે બેડમિન્ટનમાં ઇન્ડોનેશિયન ઓપન જીતી રચ્યો ઇતિહાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ભારતની સાત્વિક-ચિરાગની જોડીએ ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં સાત્વિક-ચિરાગે મલેશિયાની જોડીને સીધી ગેમમાં હાર આપી હતી. સાત્વિક-ચિરાગ સુપર-1000 ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી બની ગઈ છે. બેડમિન્ટનમાં ભારતીય ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયા ઓપન વર્લ્ડ ટૂર સુપર-1000 ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે.

રવિવાર (19 જૂન)ના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં સાત્વિક-ચિરાગે મલેશિયાના એરોન ચિયા અને વુઈ યીક સોહને 21-17, 21-18થી હરાવ્યા હતા. વિશ્વ ચેમ્પિયન જોડી સામે સાત્વિક-ચિરાગની આ પ્રથમ જીત હતી.ફાઇનલ મેચ દરમિયાન, સાત્વિક-ચિરાગે પ્રથમ ગેમની શરૂઆતમાં ક્ષતિગ્રસ્ત થયા બાદ તેમની ગતિ પાછી મેળવી હતી અને રમતના અંતરાલના વિરામ સુધી 11-9ની લીડ મેળવી હતી.

આ પછી ભારતીય જોડીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને પહેલી ગેમ આરામથી જીતી લીધી. બીજી ગેમમાં સાત્વિક-ચિરાગે શાનદાર શરૂઆત કરી હતી. જોકે મલેશિયાની જોડીએ પાછળથી વાપસી કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ફાઇનલ મેચ 43 મિનિટ ચાલી હતી.

ADVERTISEMENT

વિશ્વમાં છઠ્ઠા સ્થાને રહેલી ભારતીય જોડીએ વિશ્વના સુપર 1000 ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. ફાઈનલ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી છે. સાત્વિત-ચિરાગ સુપર 1000 નો ખિતાબ જીતનારી પહેલી ભારતીય જોડી બની ચુકી છે. સાત્વિક-ચિરાગે સેમીફાઇનલમાં કોરિયાના મિન હ્યુકકાંગ અને સેઉંગ જે સેઓ ની જોડીને 17-21 21-19 21-18 થી પરાજીત કરીને ખિતાબી મેચમાં સ્થાન બનાવ્યું હતું.

સાત્વિક-ચિરાગની જોડીએ વર્લ્ડ ચેમ્પિયનશિપ, થોમસ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવાની સાથે સાથે BWF ના તમામ લેવલ પર ખિતાબ પ્રાપ્ત કરી ચુક્યા છે. સાત્વિક અને ચીરાબની ટ્રોફી કેબિનેટમાં હવે માત્ર ઓલમ્પિક મેડલ ગાયબ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, BWF વર્લ્ડ ટુરના છ લેવલ હોય છે.

ADVERTISEMENT

સાત્વિક સાઇરાજ રંકીચેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આ વર્ષે સ્વિસ ઓપન સુપર સીરીઝ 300 ટૂર્નામેન્ટમાં પણ મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. સાત્વિક-ચિરાગે વર્ષ 2022માં કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલ સહિત 3 ટાઇટલ જીત્યા હતા. બંનેએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. સાત્વિક પણ તાજેતરના સમયમાં ઇજાઓથી પરેશાન હતો અને તેને ફેબ્રુઆરીમાં યોજાયેલી એશિયન મિક્સ્ડ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર રહેવું પડ્યું હતુ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT