વર્લ્ડ કપ વચ્ચે ભારતીય ટીમને લઈને આવ્યા મોટા સમાચાર, ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ જાહેર
એક તરફ વેસ્ટઈન્ડિઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે. આ વચ્ચે ભારતીય ટીમને લઈને મોટા સમાચાર આવ્યા છે.
ADVERTISEMENT
India Squad for tour of Zimbabwe Announced: રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ હાલમાં T20 વર્લ્ડ કપ 2024માં ધમાલ મચાવી રહી છે. ટીમે સેમીફાઈનલમાં પોતાની જગ્યા લગભગ બનાવી લીધી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ પર જવાની છે. જ્યાં ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 સીરીઝ રમવાની છે.
દિગ્ગજ ખેલાડીઓને અપાયો આરામ
BCCIની પસંદગી સમિતિએ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા વરિષ્ઠ ખેલાડીઓને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. જ્યારે શુભમન ગીલને કેપ્ટનશીપ આપવામાં આવી છે.
વર્લ્ડ કપની ટીમમાંથી માત્ર 2 ખેલાડીઓની પસંદગી
જો જોવામાં આવે તો T20 વર્લ્ડ કપ 2024ની મુખ્ય ટીમમાં સામેલ 15માંથી 13 ખેલાડીઓને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ પ્રવાસ માટે વિશ્વ કપ ટીમમાંથી માત્ર યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે.
ADVERTISEMENT
શુભમન ગિલ, અવેશ ખાન, રિંકુ સિંહ અને ખલીલ અહેમદને T20 વર્લ્ડ કપ માટે પ્રવાસી અનામત તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ મુખ્ય ટીમનો ભાગ ન હતા. ગિલ, રિંકુ, અવેશ અને ખલીલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
પરંતુ ગિલને સીધો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પસંદગી સમિતિએ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને પણ આ પ્રવાસ પર જવા વિશે પૂછ્યું હતું, પરંતુ બંનેએ આરામ કરવાનું કહ્યું હતું. આવી સ્થિતિમાં ગિલને કમાન સોંપવામાં આવી હતી.
ADVERTISEMENT
રિયાન-નીતીશ અને અભિષેકને તક મળી
IPL 2024 સિઝનમાં ધમાકેદાર દેખાવ કરનારા ખેલાડીઓને આ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં અભિષેક શર્મા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી જેવા નામ સામેલ છે. પરાગે IPLમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે કમાલ કરી હતી.
ADVERTISEMENT
પરાગે ગત સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા હતા. જ્યારે નીતિશને આગામી પેસ ઓલરાઉન્ડર તરીકે જોવામાં આવી રહ્યો છે. તેણે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે પોતાની ક્ષમતા દર્શાવી હતી. પંજાબથી આવેલા અભિષેક શર્માએ છેલ્લા એક વર્ષમાં પોતાની તોફાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેને પ્રથમ વખત ટીમમાં તક મળી છે.
ઝિમ્બાબ્વે શ્રેણી માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતીશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે.
ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ (જુલાઈ 2024)
- 6 જુલાઈ - 1લી T20, હરારે
- 7 જુલાઈ - બીજી T20, હરારે
- 10 જુલાઈ- 3જી ટી20, હરારે
- 13 જુલાઈ- 4થી T20, હરારે
- 14 જુલાઈ - 5મી T20, હરારે
ADVERTISEMENT