રિષભ પંત બાદ વધુ એક ભારતીય ક્રિકેટરની કારનો અકસ્માત, દીકરો પણ સાથે હતો, જાણો હવે કેવી છે તબિયત?

ADVERTISEMENT

gujarattak
social share
google news

મેરઠ: પાછલા વર્ષે ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર રિષભ પંત માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. હજુ તે રિકવર થઈ રહ્યો છે. આ વચ્ચે હવે વધુ એક ભારતીય ખેલાડીની કારનો અકસ્માત થયો છે. ભારતીય ટીમના પૂર્વ ખેલાડી પ્રવીણ કુમાર મંગળવારે મોડી રાત્રે મેરઠ શહેરમાં પોતાની કારમાં જતા સમયે અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમની કારને એક સ્પીડમાં આવતા મેટાડોરે ટક્કર મારી હતી. તે સમયે પ્રવીણ કુમાર સાથે તેમનો પુત્ર પણ કારમાં હતો અને અકસ્માતમાં બંનેનો આબાદ બચાવ થયો હતો. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આરોપી મેટાડોર ચાલકને સ્થળ પરથી પકડી પાડ્યો હતો.

મેરઠમાં ક્રિકેટરની લેન્ડ રોવર ડિફેન્ડર કારનો અકસ્માત
પ્રવીણ કુમાર 4 જુલાઈના રોજ રાત્રે લગભગ 10 વાગ્યે મેરઠના પાંડવ નગરથી તેમની લેન્ડ રોવર ડિફેન્ડર કારમાં આવી રહ્યા હતા. આ પછી, જ્યારે કાર કમિશનરના નિવાસસ્થાન પાસે પહોંચી ત્યારે તે જ સમયે તેમની કાર મેટાડોર સાથે અથડાઈ હતી. આ પછી કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જ્યારે આ અકસ્માતમાં પ્રવીણ કુમાર અને તેમના પુત્રનો આબાદ બચાવ થયો હતો.

પોલીસે અકસ્માત સર્જનાર ડ્રાઈવરની કરી અટકાયત
અકસ્માત બાદ સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મેટાડોર ચાલકની અટકાયત કરી હતી. આ અકસ્માત અંગે COએ જણાવ્યું કે, પ્રવીણ કુમાર અને પુત્ર સંપૂર્ણપણે સુરક્ષિત છે. જણાવી દઈએ કે પ્રવીણ કુમારનું ઘર મેરઠ શહેરના બાગપત રોડ પર સ્થિત મુલતાન નગરમાં છે.

ADVERTISEMENT

ભારતીય ટીમ માટે છેલ્લી મેચ વર્ષ 2012માં રમાઈ હતી
પ્રવીણ કુમારના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો એક સમયે તે ટીમ ઈન્ડિયા માટે લિમિટેડ ઓવરના ફોર્મેટમાં મુખ્ય બોલરની ભૂમિકા ભજવતો હતો. વર્ષ 2008માં જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં સીબી સીરિઝ જીતી હતી ત્યારે તેમાં પણ પ્રવીણ કુમારે બોલ સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવીણ કુમારને ભારતીય ટીમ તરફથી 68 ODI, 10 T20 અને 6 ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. જેમાં પ્રવીણે વનડેમાં 77, ટી20માં 8 અને ટેસ્ટમાં 27 વિકેટ ઝડપી છે. આ સિવાય IPLની 119 મેચોમાં પ્રવીણ કુમારના નામે 90 વિકેટ નોંધાયેલી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT