IND vs NZ: ભારતે લીધો 2019ના વર્લ્ડકપનો બદલો, ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટે જીત

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs NZ ICC World Cup Match: ધર્મશાળામાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડકપ મેચ ભારતીય ટીમે 4 વિકેટે જીતી લીધી છે. ભારતે છેલ્લે ન્યૂઝીલેન્ડની ટીમને વર્લ્ડકપ મેચમાં 2003માં હરાવી હતી. 20 વર્ષ બાદ ભારત ફરી ન્યૂઝીલેન્ડની ટીમને વર્લ્ડકપમાં હરાવી છે. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 273 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. જવાબમાં ભારતની ટીમે 48 ઓવરમાં આ ટાર્ગેટ હાંસેલ કરી લીધો હતો. મેચમાં વિરાટ કોહલીએ 95 રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 39 રન બનાવ્યા હતા.

રોહિત-ગિલે અપાવી સારી શરૂઆત

274 રન ચેઝ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. બંને ઓપનર્સે પ્રથમ 10 ઓવરમાં 63 રનની પાર્ટનરશીપ કરી હતી. આ બાદ કેપ્ટન રોહિત શર્મા 46 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલ પણ 26 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. શ્રેયસ અય્યરે 33 અને કે.અલ રાહુલે 27 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે વર્લ્ડકપમાં ડેબ્યૂ કરી રહેલ સૂર્યકુમાર યાદવ 2 રન બનાવીને રન આઉટ થઈ ગયો હતો.

મોહમ્મદ શમીની 5 વિકેટ

આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 273 રન બનાવ્યા હતા. ડેરેલ મિશેલે 127 બોલમાં 130 રનની સદીની ઇનિંગ રમી હતી. જ્યારે રચિન રવિન્દ્રએ 87 બોલમાં 75 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 23 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20ના આંકડાને સ્પર્શી શક્યો નથી. ભારતીય ટીમ તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 વિકેટ મળી હતી. બુમરાહ અને સિરાજે 1-1 વિકેટ લીધી હતી.

ADVERTISEMENT

 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT