India Vs Zimbabwe: ભારતની 'યુવા' ટીમે ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું, એક હારનો બદલો સીરિઝ 4-1 થી કબજે કરીને લીધો

ADVERTISEMENT

India Vs Zimbabwe
India Vs Zimbabwe
social share
google news

India Vs Zimbabwe 5th Match Highlights: ભારતીય ટીમ અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સીરીઝની છેલ્લી મેચ રમાઈ હતી. આ મેચ હરારે સ્પોર્ટ્સમાં રમાઈ હતી, જેમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ભારતીય ટીમે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વે 125 રન જ બનાવી શકી એટલે કે પાંચમી T20 મેચ ભારત 42 રને જીત્યું.   

સંજુ સેમસન અને રિયાન પરાગે સાંભળી કમાન

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. એક સમયે ટીમે માત્ર 40 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સંજુ સેમસન અને રિયાન પરાગે 56 બોલમાં 65 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. સંજુએ 45 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. જ્યારે રિયાને 22 રન બનાવ્યા હતા. અંતમાં શિવમ દુબેએ 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. બીજી તરફ ઝિમ્બાબ્વે તરફથી બ્લેસિંગ મુઝારાબાનીએ શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ લીધી. કેપ્ટન સિકંદર રઝા, રિચર્ડ નગારવા અને બ્રેન્ડન માવુતાને 1-1 સફળતા મળી હતી.

39 બોલમાં સેમસનની ફિફ્ટી

110 મીટર લાંબી સિક્સ ફટકારીને હલચલ મચાવ્યા પછી પણ સેમસન રોકાયો નહીં અને પછીના બોલ પર લોંગ ઓફ તરફ બીજી સિક્સ ફટકારી. સેમસને 39 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે એક ચોગ્ગો અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

ADVERTISEMENT

ભારતીય પ્લેઈંગ-11માં ઘણા ફેરફારો

શુભમન ગીલની કપ્તાનીમાં ભારતીય ટીમ આ શ્રેણી પહેલા જ 3-1થી કબજે કરી ચૂકી છે. આ મેચ માટે ભારતીય ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આજની મેચમાં ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને રિયાન પરાગની એન્ટ્રી થઈ હતી. રૂતુરાજ ગાયકવાડ અને ખલીલ અહેમદને બહાર કરવામાં આવ્યા હતા. જ્યારે ઝિમ્બાબ્વે ટીમમાં ટેન્ડાઈ ચતારાના સ્થાને બ્રેન્ડન માવુતાને સ્થાન આપવામાં આવ્યું છે.

બંને ટીમો વચ્ચે T20 રેકોર્ડ

કુલ T20 મેચઃ 12
ભારત જીત્યું: 9
ઝિમ્બાબ્વે જીત્યું: 3

ADVERTISEMENT

ભારત અને ઝિમ્બાબ્વેની પ્લેઈંગ-11:

ભારતીય ટીમઃ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે અને મુકેશ કુમાર.

ADVERTISEMENT

ઝિમ્બાબ્વે ટીમઃ વેસ્લી માધવેરે, તદીવાનાશે મારુમાની, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મદંડે (વિકેટકીપર), ફરાઝ અકરમ, રિચર્ડ નગારવા, બ્લેસિંગ મુઝારાબાની અને બ્રેન્ડન માવુતા.

    follow whatsapp

    ADVERTISEMENT