India vs Sri Lanka series: ભારત-શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ જાહેર...ગંભીર હેડ કોચ તો ભારતીય ટીમનો કેપ્ટન કોણ?

ADVERTISEMENT

India vs Sri Lanka series Schedule
India vs Sri Lanka series Schedule
social share
google news

India vs Sri Lanka series Schedule: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે, જ્યાં તે 5 મેચની T20 શ્રેણી રમી રહી છે. આ પછી તેને શ્રીલંકા પ્રવાસ પર જવાનું છે, જ્યાં તેણે 3 મેચની T20 અને પછી 3 મેચની વનડે શ્રેણી રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ગયા મહિને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટ બાદ જ રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

ગંભીર શ્રીલંકા પ્રવાસથી કોચિંગ શરૂ કરશે

હવે ગંભીર આ શ્રીલંકા પ્રવાસથી જ પોતાનું કોચિંગ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 બાદ યુવા ભારતીય ટીમ શુભમન ગિલની કેપ્ટન્સીમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. અહીં બંને ટીમો વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. આ પછી ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર જશે. જો કે શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ સપ્તાહના અંતમાં ટીમની જાહેરાત કરવામાં આવશે. આ પ્રવાસ માટે ભારતીય T20 ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે. જ્યારે ODIની કમાન કેએલ રાહુલને આપવામાં આવી શકે છે.

T20 મેચ સાંજે અને વનડે મેચ બપોરે 

ભારતીય ટીમ આ પ્રવાસ 26 જુલાઈથી શરૂ કરશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. પહેલી ODI મેચ 1લી ઓગસ્ટે રમાશે. આ શ્રેણીની તમામ ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

ADVERTISEMENT

ભારત-શ્રીલંકા શેડ્યૂલ

26 જુલાઈ- 1લી T20, પલ્લેકલે
જુલાઈ 27- બીજી T20, પલ્લેકેલે
29 જુલાઇ- ત્રીજી T20, પલ્લેકેલે
1 ઓગસ્ટ- 1લી ODI, કોલંબો
4 ઓગસ્ટ- બીજી વનડે, કોલંબો
7 ઓગસ્ટ- ત્રીજી ODI, કોલંબો

    follow whatsapp

    ADVERTISEMENT