'હું કેપ્ટન નથી બનવા માગતો...', T20 સીરીઝ જીત્યા બાદ સૂર્યકુમારનું મોટું નિવેદન, જાણો શા માટે આવું કહ્યું
મેચ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે તે કેપ્ટન બનવા માંગતો નથી. સૂર્યાએ કેપ્ટનશીપ છોડવાની વાત નથી કરી, પરંતુ તેમનું સમગ્ર નિવેદન છે કે તે કેપ્ટન નહીં પણ ટીમનો લીડર બનવા માંગે છે.
ADVERTISEMENT
IND vs SL: શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી પહેલા સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. સૂર્યાની કપ્તાનીમાં ભારતે શ્રીલંકાને 3-0થી હરાવ્યું હતું. જો કે, છેલ્લી T20 મેચ જીતવી મુશ્કેલ લાગી રહી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવે પોતે છેલ્લી ઓવર નાખી અને મેચ ટાઈ કરી, જે સુપર ઓવરમાં ભારતે જીતી લીધી. જો કે મેચ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે તે કેપ્ટન બનવા માંગતો નથી. સૂર્યાએ કેપ્ટનશીપ છોડવાની વાત નથી કરી, પરંતુ તેમનું સમગ્ર નિવેદન છે કે તે કેપ્ટન નહીં પણ ટીમનો લીડર બનવા માંગે છે.
સૂર્યકુમાર યાદવે પલ્લેકેલેમાં રમાયેલી ત્રીજી T20 મેચ પછી પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યા પછી કહ્યું કે, "મને લાગે છે કે છેલ્લી ઓવર કરતાં વધુ જ્યારે અમે 30/4 અને 48/5 ની આસપાસ હતા, તો ટીમે વચ્ચે પોતાનું કેરેક્ટર બતાવ્યું અને રમતને તેનાથી દૂર લઈ ગયા... તે સારું હતું. મને લાગ્યું કે તે ટ્રેક પર 140નો સ્કોર પાર સ્કોર હતો. જ્યારે અમે ફિલ્ડિંગ સેશન દરમિયાન મેદાન પર ઉતર્યા તો મેં તેમને કહ્યું, મેં આ પ્રકારની રમત જોઈ છે. જો આપણે દોઢ કલાક સુધી પોતાનું દિલ લગાવીને રમીએ તો આપણે જીતી શકીએ છીએ."
સૂર્યાએ વધુમાં કહ્યું, "જો તમે 200-220 રન બનાવવા અને જીતવાની રમતનો આનંદ માણી રહ્યાં છો, તો તમારે 30/4 અને 70/5નો પણ આનંદ લેવો જોઈએ કારણ કે તે તમારા જીવનમાં સંતુલન બનાવે છે અને તે જ રીતે તમે આગળ વધો. તેમની પાસે જે કૌશલ્ય અને આત્મવિશ્વાસ છે તે ટેબલ પર લાવે છે, તે મારા કામને ખૂબ જ સરળ બનાવે છે. મેદાન પર અને ડ્રેસિંગ રૂમમાં તેમને સકારાત્મક્તા, એકબીજા માટે તેમની સંભાળ જે બતાવે છે કે આ અવિશ્વસનીય છે."
ADVERTISEMENT
કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે કહ્યું કે, "છેલ્લી મેચ પછી મેં કહ્યું કે, કેટલાક છોકરાઓ આરામ કરવા જઈ રહ્યા છે અને તેઓ સૌથી પહેલા મને કહેવાના હતા. ઠીક છે અમે આરામ કરીશું અને તમે અન્યને તક આપી શકો છો. તેનાથી ટીમનું કેરેક્ટર ખબર પડે છે અને જ્યારે હું બેટિંગ કરવા જાઉં છું, ત્યારે મારા પર થોડું દબાણ હોય છે, મેં સીરિઝ પહેલા કહ્યું હતું કે હું કેપ્ટન બનવા નથી ઈચ્છતો , મારે એક નેતા બનવું છે."
ADVERTISEMENT
ADVERTISEMENT