T20 World Cup: IND vs SA ફાઈનલ પર વરસાદનું સંકટ, રિઝર્વ ડે પણ ધોવાયો તો કોણ બનશે ચેમ્પિયન?

ADVERTISEMENT

ફાઈલ તસવીર
IND vs SA
social share
google news

IND vs SA T20 World Cup Final: દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું છે અને T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલની ટિકિટ બુક કરી લીધી છે. ભારત-દક્ષિણ આફ્રિકા 29 જૂને ટાઈટલની લડાઈમાં ટકરાશે. આ મેચ બાર્બાડોસમાં રમાશે. ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ મેચની જેમ ફાઈનલ મેચ પર પણ વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. જોકે, એક સારી વાત એ છે કે ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ જો રિઝર્વ ડે પણ વરસાદને કારણે ધોવાઈ જશે તો શું થશે? કોણ વિજેતા બનશે ભારત કે દક્ષિણ આફ્રિકા? આવા અનેક સવાલોના જવાબ વાંચો આ ખબરમાં...

ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ભારતે અત્યાર સુધી રમાયેલી તમામ 7 મેચ જીતી છે. ભારતની એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. તે જ સમયે દક્ષિણ આફ્રિકાએ રમેલી તમામ 8 મેચ જીતી હતી. આવી સ્થિતિમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટ્રોફીની લડાઈ રોમાંચક બની રહે તેવી શક્યતા છે. પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની ટીમ કોઈ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે ટકરાતી જોવા મળશે.

બાર્બાડોસમાં મેચના દિવસે કેવું છે હવામાન?

એક્યુવેધરના અહેવાલ મુજબ, શનિવારે (29 જૂન) બાર્બાડોસમાં વાદળછાયું વાતાવરણ રહેશે. એટલું જ નહીં, પવન ફૂંકાશે અને તે ભેજવાળો રહેશે. વરસાદ અને વાવાઝોડાની પણ સંભાવના છે. દિવસની શરૂઆતમાં 99% વાદળ છવાયેલા છે અને વાવાઝોડાની 47% શક્યતા છે. તમને જણાવી દઈએ કે મેચ સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, ભારતમાં આ મેચ રાત્રે 8 વાગ્યાથી જોઈ શકાશે.

ADVERTISEMENT

જો મેચના દિવસે વરસાદ પડે તો?

જો વરસાદને કારણે ભારત-દક્ષિણ આફ્રિકા ફાઈનલના દિવસે એટલે કે 29મી જૂને મેચ ન થાય તો ICCએ તેના માટે રિઝર્વ ડે જાહેર કર્યો છે. મતલબ કે વરસાદની સ્થિતિમાં મેચ 30 જૂને રમાશે.

રિઝર્વ દિવસ પણ ધોવાઈ જશે તો શું થશે?

જો વરસાદના કારણે રિઝર્વ ડે એટલે કે 30 જૂને મેચ નહીં રમાય તો બંને ટીમોને T20 વર્લ્ડ કપ 2024ની સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT