IND vs PAK વચ્ચે આજે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સની ફાઈનલ, જાણો ક્યાંથી જોઈ શકશો LIVE
India vs Pakistan Match: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. દર્શકો આ મેચની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ગયા મહિનાની 9 તારીખે, આ બંને ટીમો T20 વર્લ્ડ કપમાં સામસામે આવી હતી. હવે એક મહિના પછી ફરી એ જ રોમાંચ જોવા મળશે.
ADVERTISEMENT

India vs Pakistan Match: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. દર્શકો આ મેચની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ગયા મહિનાની 9 તારીખે, આ બંને ટીમો T20 વર્લ્ડ કપમાં સામસામે આવી હતી. હવે એક મહિના પછી ફરી એ જ રોમાંચ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી મેદાન પર આમને-સામને ટકરાશે, પરંતુ આ વખતે ટાર્ગેટ માત્ર જીતનું નહીં પરંતુ ટાઈટલ જીતવાનું હશે.
બર્મિંગહામના એજબેસ્ટનમાં આ ટક્કર થવાની છે. આ મેદાન પર ભારત અને પાકિસ્તાનની ટીમ વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સનું ટાઇટલ જીતવા માટે ઉતરશે છે. આ ટૂર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓ રમી રહ્યા છે. આ પહેલા શુક્રવારે રાત્રે રમાયેલી બીજી સેમીફાઈનલ મેચમાં ઈન્ડિયા ચેમ્પિયન ટીમે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સને 86 રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે થશે. પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનને હરાવીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો હતો.
તમે આ ચેનલ પર લાઈવ મેચ જોઈ શકો છો
તમે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ ટીવી પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ જોઈ શકો છો. ફાઇનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. મેચ રાત્રે 9 વાગ્યે શરૂ થશે. આ સિવાય જો તમે ઘરની બહાર હોવ અને મોબાઈલ પર આ મેચ જોવા માંગતા હોવ તો તમારે ફેન કોડ એપ પર જવું પડશે. કારણ કે ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર ફેનકોડ છે અને મેચ ત્યાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.
ADVERTISEMENT
ફાઈનલ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 (WCL) ની ફાઇનલ ઈન્ડિયા ચેમ્પિયન્સ વિ. પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે સ્થાનિક સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે અને ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક વહેલો થશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 માટે બંને ટીમો:
ઈન્ડિયા ચેમ્પિયન ટીમઃ રોબિન ઉથપ્પા, નમન ઓઝા (વિકેટકીપર), સુરેશ રૈના, અંબાતી રાયડુ, યુવરાજ સિંહ (કેપ્ટન), યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, પવન નેગી, હરભજન સિંહ, વિનય કુમાર, રાહુલ શુક્લા, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી, અનુરિત સિંઘ, રાહુલ શર્મા, ગુરકીરત સિંહ માન, આર.પી સિંહ
ADVERTISEMENT
પાકિસ્તાન ચેમ્પિયન ટીમઃ કામરાન અકમલ (વિકેટકીપર), શરજીલ ખાન, સોહેબ મકસૂદ, શાહિદ આફ્રિદી, શોએબ મલિક, અબ્દુલ રઝાક, યુનિસ ખાન (કેપ્ટન), મિસ્બાહ-ઉલ હક, આમિર યામીન, વહાબ રિયાઝ, સોહેલ ખાન, સઈદ અજમલ, ઉમર અકમલ, તનવીર અહેમદ, સોહેલ તનવીર, યાસિર અરાફાત, મોહમ્મદ હાફીઝ, તૌફિક ઉમર.
ADVERTISEMENT
સેમિફાઈનલ મેચમાં થઈ ઓસ્ટ્રેલિયન બોલર્સની ભારે ધોલાઈ
બીજી સેમીફાઈનલ મેચમાં ઈન્ડિયા ચેમ્પિયન્સના બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સના બોલરો સામે જોરદાર લીડ મેળવી હતી. ઈન્ડિયા ચેમ્પિયન્સ તરફથી ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. ઓપનર રોબિન ઉથપ્પાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ઉથપ્પાએ 65 રનની ઈનિંગમાં 35 બોલનો સામનો કર્યો અને છ ચોગ્ગા ઉપરાંત ચાર શાનદાર સિક્સર ફટકારી. તેનો ઓપનિંગ પાર્ટનર અંબાતી રાયડુ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 14 રન બનાવીને આઉટ થયો હતો. સુરેશ રૈના પણ માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. કેપ્ટન યુવરાજ સિંહે ફરી કમાન સંભાળી અને ઉથપ્પાની સાથે મળીને ટીમને 100 થી આગળ લઈ ગયો.
યુવરાજે તોફાની બેટિંગ કરી અને 28 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા. યુસુફ 23 બોલમાં 51 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઈરફાન 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 50 રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેની તોફાની ઇનિંગ્સની મદદથી ભારતે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા
જંગી સ્કોર સામે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન ટીમના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. 20 ઓવર રમ્યા બાદ આ ટીમ સાત વિકેટ ગુમાવીને 168 રન જ બનાવી શકી હતી. ટીમનો સર્વશ્રેષ્ઠ સ્કોરર ટિમ પેન રહ્યો હતો. તેણે 32 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 40 રન બનાવ્યા હતા. નાથન કુલ્ટર-નાઇલે 14 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 30 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી પવન નેગી અને ધવલ કુલકર્ણીએ બે-બે વિકેટ લીધી હતી. રાહુલ શુક્લા, હરભજન સિંહ અને ઈરફાને એક-એક વિકેટ લીધી હતી.
ADVERTISEMENT