T20 World Cup 2024 Match: ભારત-પાકિસ્તાન T-20 મેચ પર આતંકનો ઓછાયો, ISISની ધમકી બાદ પોલીસ વિભાગ એક્શનમાં
India Vs Pakistan T20 World Cup Match Security: ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે 9 જૂને હાઈપ્રોફાઈલ મેચ રમાવાની છે. આ મેચ પહેલા ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં હાજર નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
ADVERTISEMENT
India Vs Pakistan T20 World Cup Match Security: ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે 9 જૂને હાઈપ્રોફાઈલ મેચ રમાવાની છે. આ મેચ પહેલા ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં હાજર નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
ન્યૂયોર્કમાં ગોઠવાશે લોખંડી બંદોબસ્ત
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મેચમાં આતંકવાદી હુમલો થઈ શકે છે, તેથી સુરક્ષાકર્મીઓ સંભવિત હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે. આ મેચમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યાપક પગલા ભરવામાં આવી રહ્યા છે. આ મેચ માટે મેદાનથી લઈને હવા સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ISISએ આપી છે હુમલાની ધમકીઃ રિપોર્ટ્સ
ખરેખર, રિપોર્ટ્સ અનુસાર ISIS-K (ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન)એ 'લોન વુલ્ફ' એટેકની વાત કરી છે. આમાં ISIS દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હુમલાખોરોને મેચમાં ખલેલ પહોંચાડવા માટે કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલાને લઈને નાસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડરે ધમકીની પુષ્ટિ કરી અને સુરક્ષા ઉપાયો વિશે જણાવ્યું છે.
ADVERTISEMENT
ગવર્નર પોતે રાખી રહ્યા છે સ્થિતિ પર નજર
વિકિપીડિયા અનુસાર, 'લોન વુલ્ફ' હુમલો એ એક ખાસ પ્રકારનો સામૂહિક હત્યાકાંડ છે, જે કોઈ વ્યક્તિ દ્વારા જાહેર સ્થળ પર પ્લાનિંગ બનાવીને કરવામાં આવે છે. ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે પણ ભારત-પાકિસ્તાન મેચમાં સુરક્ષાને લઈને કહ્યું કે, તેઓ આ માટે સુરક્ષા અધિકારીઓની સાથે મળીને કામ કરી રહ્યા છે. ગવર્નર કાર્યાલયના નિવેદન અનુસાર, સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ઈન્ટેલિજન્સ અનુસાર, મેચને લઈને હાલમાં કોઈ સુરક્ષા ખતરો નથી.
ગવર્નર કૈથી હોચુલે કરી પોસ્ટ
કૈથી હોચુલે એક્સ પર એક પોસ્ટ પણ શેર કરી છે. તેમણે લખ્યું ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીમાં, મારી ટીમ ફેડરલ અને કાનૂની અધિકારીઓ સાથે મળીને મેચમાં હાજર રહેલા લોકોને સુરક્ષિત રાખવા માટે કામ કરી રહી છે. જોકે, આ સમયે કોઈ વિશ્વસનીય ખતરો નથી, મેં ન્યૂયોર્ક પોલીસને સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો છે અને જેમ જેમ ઈવેન્ટ નજીક આવશે, તેમ-તેમ અમે મોનિટર કરવાનું ચાલુ રાખીશું.
ADVERTISEMENT
9 જૂને રમાવાની છે મેચ
વાસ્તવમાં ક્રિકઇન્ફો અને ક્રિકબઝના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, 9 જૂને ICC T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં સુરક્ષાને લઈને ખતરો છે, તેથી ન્યૂયોર્કના આઈઝનહોવર પાર્ક સ્ટેડિયમમાં સુરક્ષા વધારવામાં આવશે.
ADVERTISEMENT
મેચમાં કેવી હશે સુરક્ષા?
નાસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડરે જણાવ્યું હતું કે આ ઈવેન્ટની તૈયારીઓ છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ન્યૂયોર્કના આઈઝનહોવર પાર્કમાં મેચ દરમિયાન કેવા પ્રકારની સુરક્ષા હશે? તેમણે આ વિશે વિગતવાર સમજાવ્યું.
- આઈઝનહોવર પાર્ક સવારે 6:30 વાગ્યાથી લગભગ સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે, ફેન્સના ચાલ્યા ગયા પછી પોલીસ આ વિસ્તાર ફરીથી ખોલશે.
- દર્શકોએ સ્ટેડિયમના મેદાનમાં પ્રવેશવા માટે મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે, બેગ અંદર લઈ જવાની મંજૂરી નથી, આ વિસ્તારમાં ડ્રોન પર પણ પ્રતિબંધ મુકાયો છે.
- આઇઝનહોવર પાર્કમાં પાર્કિંગ માત્ર VIP ટિકિટ ધારકો માટે જ હશે, અન્ય દર્શકોની નાસાઉ કોલિઝિયમ નજીક પાર્કિંગ રહેશે, જે થોડે દૂર છે.
- સ્ટેડિયમ અને આસપાસના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે, પોલીસ જમીન અને હવામાં બને જગ્યાએ હાજર રહેશે.
ADVERTISEMENT