IND vs PAK: મોદી સ્ટેડિયમમાં 150 પ્રેક્ષકો ગરમી-બફારાથી ઢળી પડ્યા, 4ને હોસ્પિટલ ખસેડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs PAK World Cup Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ રમાઈ રહી છે. જેમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમ 191 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ જોવા માટે સ્ટેડિયમમાં 1 લાખથી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. એવામાં ઈમરજન્સીની સ્થિતિ માટે પહેલાથી જ 108 એમ્બ્યુલન્સને ખડેપગ રાખવામાં આવી હતી. ત્યારે મેચની પ્રથમ ઈનિંગ્સ દરમિયાન 150 જેટલા પ્રેક્ષકોને ગરમી અને બફારાથી ચક્કર આવતા ઢળી પડ્યા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત Tak સાથે વાત કરતા 108ના PRO વિકાસ બિહાનીએ જણાવ્યું કે, સ્ટેડિયમ પાસે રહેલા 12 એમ્બ્યુલન્સને કુલ 150 જેટલા ઈમરજન્સી કેસ આવ્યા છે. જેમાંથી 4 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાસ છે કે, સ્ટેડિયમમાં મેચ માટે સવારે 10 વાગ્યાથી પ્રેક્ષકોને એન્ટ્રી અપાઈ રહી હતી. જોકે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં હોવાથી ગરમી અને બફારા જેવી સ્થિતિમાં લોકોને ગભરામણ અને ચક્કર આવવા જેવી ફરિયાદ થઈ હતી. જેમાં કેટલાક લોકો ચક્કર આવતા પડી ગયા હતા.

નોંધનીય છે કે, સ્ટેડિયમની બહાર કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે 12 જેટલી 108 એમ્બ્યુલન્સની સુવિધા રાખવામાં આવી હતી. આ સાથે સ્ટેડિયમમાં ICU બેટ સાથે મિની હોસ્પિટલ પણ ઊભી કરાઈ છે. જેમાં વેન્ટીલેટર સાથે 6 બેડ મૂકવામાં આવેલા છે, તો ડોક્ટર તથા નર્સ સહિત મેડિકલ સ્ટાફની ટીમ પણ સ્ટેન્ડ ટુ પર રખાઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT