IND vs NZ: ભારતને જીત માટે મળ્યો 274 રનનો ટાર્ગેટ, મોહમ્મદ શમીની 5 વિકેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs NZ ICC World Cup Match: ધર્મશાળામાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડકપ મેચમાં પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 273 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતની ટીમને જીત માટે 50 ઓવરમાં 274 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 54 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ કપમાં બંને ટીમોએ 4-4 મેચ જીતી છે. આ મેદાન પર 2016માં પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી, ત્યારે ભારત અહીં જીત્યું હતું. બંને ટીમો વિજય રથ પર સવાર છે. જે પણ ટીમ આ મેચ જીતશે તે 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર રહેશે અને સેમીફાઈનલની ઘણી નજીક હશે.

ધર્મશાળામાં શું રહ્યો છે ભારતનો રેકોર્ડ?

ધર્મશાલાના આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 8 વનડે રમાઈ છે. ભારતે કુલ 5 મેચ રમી છે. આમાં ભારતે બે મેચ જીતી છે, 2માં હાર અને એક મેચ રદ થઈ છે. આ સ્ટેડિયમમાં વિરાટનું બેટ ખૂબ ગર્જ્યું છે. જો તે આજે સદી ફટકારે છે તો તે સચિન તેંડુલકરની 49 વનડે સદીની બરાબરી કરી લેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT