IND vs NZ: ભારતનો ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય, હાર્દિક-શાર્દુલ બહાર, આ બે ખેલાડીને મળી તક
India vs New Zealand: ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની બે ટોપર ટીમો વચ્ચેની ટક્કર ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ…
ADVERTISEMENT
India vs New Zealand: ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની બે ટોપર ટીમો વચ્ચેની ટક્કર ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચમાં ટોસ જીત્યો છે અને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાંથી હાર્દિક પંડ્યા ઈજાના કારણે અને શાર્દુલ ઠાકુરને બહાર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્લ્ડ કપમાં બંને ટીમોએ 4-4 મેચ જીતી છે. આ મેદાન પર 2016માં પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી, ત્યારે ભારત અહીં જીત્યું હતું. બંને ટીમો વિજય રથ પર સવાર છે. જે પણ ટીમ આ મેચ જીતશે તે 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર રહેશે અને સેમીફાઈનલની ઘણી નજીક હશે.
🚨 Toss and Team Update 🚨
Rohit Sharma wins the toss and #TeamIndia have elected to bowl first in Dharamsala!
Two changes in the side as Suryakumar Yadav & Mohd. Shami are named in the eleven 👌
Follow the match ▶️ https://t.co/Ua4oDBM9rn#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/6dy150WC1S
— BCCI (@BCCI) October 22, 2023
ADVERTISEMENT
ધર્મશાળામાં શું રહ્યો છે ભારતનો રેકોર્ડ?
ધર્મશાલાના આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 8 વનડે રમાઈ છે. ભારતે કુલ 5 મેચ રમી છે. આમાં ભારતે બે મેચ જીતી છે, 2માં હાર અને એક મેચ રદ થઈ છે. આ સ્ટેડિયમમાં વિરાટનું બેટ ખૂબ ગર્જ્યું છે. જો તે આજે સદી ફટકારે છે તો તે સચિન તેંડુલકરની 49 વનડે સદીની બરાબરી કરી લેશે.
આજે ભારતના કોહલી, રોહિત અને ગિલ ઇતિહાસ રચશે
- વિરાટ કોહલી સચિન તેંડુલકરની 49 સદીની બરાબરીથી એક સદી દૂર છે.
- શુભમન ગિલને સૌથી ઝડપી 2000 રન પૂરા કરવા માટે 14 રનની જરૂર છે.
- રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કરવા માટે 93 રનની જરૂર છે.
ટીમ ઈન્ડિયા 2019ના વર્લ્ડ કપની હારનો બદલો લેશે
જ્યારે ભારત ધર્મશાલામાં ન્યુઝીલેન્ડ સામે રમશે ત્યારે 9 જુલાઈએ 2019ની સેમીફાઈનલમાં તેની વર્લ્ડ કપની હાર પણ તેના મનમાં હશે. ત્યારે ભારત ફાઇનલમાં પહોંચવાનું ચૂકી ગયું હતું. મહેન્દ્ર સિંહ ધોની માર્ટિન ગુપ્ટિલના થ્રો પર આઉટ થયો અને ભારતના મોંમાંથી જીત છીનવાઈ ગઈ. તે 18 રનની હાર આજે પણ ઘણા ક્રિકેટ ચાહકોને દુઃખી કરે છે. રોહિત શર્મા એન્ડ કંપની એ હારનો બદલો વ્યાજ સાથે લેવા માંગે છે.
ADVERTISEMENT
The hosts 🆚 Resilient Kiwis
India take on a red-hot New Zealand with both teams hoping to continue their winning momentum.
Tune in to watch ➡️ https://t.co/HOy8M8VUv2#INDvNZ pic.twitter.com/0ORWmnuiQF
— ICC Cricket World Cup (@cricketworldcup) October 22, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT