IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ પહેલા મોટો વિવાદ, BCCI પર લાગ્યો આ ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs NZ Pitch Controversy: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત-ન્યૂઝીલેન્ડની વચ્ચે ICC વનડે વર્લ્ડ કપ 2023ની પહેલી સેમીફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ 2019 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં મળેલી હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચમાં પિચ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે.

ભારતીય સ્પિનરોને થશે ફાયદોઃ રિપોર્ટ

જોકે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, જે પિચને સેમીફાઈનલ મેચ માટે પસંદ કરવામાં આવી હતી. તેની જગ્યાએ બીજી પિચનો ઉપયોગ થવાનો છે જેનાથી ભારતીય સ્પિનરોને ફાયદો થશે. ડેઈલી મેઈલના રિપોર્ટ્સ અનુસાર, આઈસીસી (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના પિચ કન્સલ્ટન્ટ એન્ડી એટકિન્સને ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ માટે એવી પિચ પસંદ કરી હતી, જેનો અત્યાર સુધી વર્લ્ડ કપમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ હવે તે પીચ પસંદ કરવામાં આવી છે જેના પર અત્યાર સુધીમાં બે વર્લ્ડ કપ મેચ રમાઈ છે.

અધિકારીઓને મોકલાયા મેસેજ

રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે, આ પિચથી ભારતીય સ્પિનરોને ઘણો ફાયદો થશે. સાથે જ પિચ બદલવા માટે વોટ્સએપ અને ટેક્સ્ટ મેસેજ ભારતીય અને ICC ઓફિશિયલને મોકલવામાં આવ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, મેચમાં પિચ નંબર 7ને બદલે પિચ નંબર 6નો ઉપયોગ કરવામાં આવશે. ડેઈલી મેઇલના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આઇસીસી પીચ કન્સલ્ટન્ટને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પિચનો અસલમાં સેમીફાઈનલ મેચ માટે ઉપયોગ થવાનો હતો, તેમાં કેટલીક સમસ્યા છે.

ADVERTISEMENT

ન્યૂઝીલેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT