IND vs ENG: રાજકોટ ટેસ્ટમાં Ravichandran Ashwin ને રચ્યો ઇતિહાસ, કુંબલે-વોર્નને પણ છોડ્યા પાછળ
અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર છે. અશ્વિને 98મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી
ADVERTISEMENT
IND vs ENG Score 3rd Test Day: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટ મેચમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) ઈતિહાસ રચ્યો છે. અશ્વિને ટેસ્ટમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે. અશ્વિને મેચના બીજા દિવસે (16 ફેબ્રુઆરી) જેક ક્રાઉલીને આઉટ કરીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર બીજો ભારતીય ખેલાડી છે.
કુંબલે-વોર્નને પણ છોડ્યા પાછળ
અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર છે. અશ્વિને 98મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ટેસ્ટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેવાનો રેકોર્ડ મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે 87મી ટેસ્ટમાં આ અનોખી સિદ્ધિ મેળવી હતી. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ 105 ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના દિવંગત સ્પિનર શેન વોર્ને તેની 108મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
500 કે તેથી વધુ વિકેટ ઝડપનાર પાંચમો સ્પિનર
અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરનાર વિશ્વનો નવમો બોલર છે. ઉપરાંત, તે 500 કે તેથી વધુ વિકેટ ઝડપનાર પાંચમો સ્પિનર છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (800)એ લીધી હતી. શેન વોર્ન (708) બીજા સ્થાને છે અને જેમ્સ એન્ડરસન (695*) હાલમાં ત્રીજા સ્થાને છે. અનિલ કુંબલે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. કુંબલેએ 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
500 કે તેથી વધુ વિકેટ ઝડપનાર સ્પિનરોની યાદી
મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) | 133 ટેસ્ટ | 800 વિકેટ |
શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) | 145 ટેસ્ટ | 708 વિકેટ |
અનિલ કુંબલે (ભારત) | 132 ટેસ્ટ | 619 વિકેટ |
નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા) | 127* ટેસ્ટ | 517* વિકેટ |
રવિચંદ્રન અશ્વિન (ભારત) | 98 ટેસ્ટ* | 500* વિકેટ |
સૌથી ઝડપી 500 વિકેટ
મુથૈયા મુરલીધરન | શ્રીલંકા | 87 ટેસ્ટ |
આર. અશ્વિન | ભારત | 98 ટેસ્ટ |
અનિલ કુંબલે | ભારત | 105 ટેસ્ટ |
શેન વોર્ન | ઓસ્ટ્રેલિયા | 108 ટેસ્ટ |
ગ્લેન મેકગ્રા | ઓસ્ટ્રેલિયા | 110 ટેસ્ટ |
રોહિત શર્મા અને જાડેજાએ સદી ફટકારી
મેચના પહેલા દિવસે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. જ્યારે સરફરાઝ ખાને ડેબ્યૂ કરતી વખતે બેઝબોલ રમત રમતા 48 બોલમાં પોતાની ડેબ્યૂ ફિફ્ટી ફટકારી હતી. તે 66 બોલમાં 62 રન બનાવીને રનઆઉટ થયો હતો. જ્યારે જાડેજાએ કરિયરની ચોથી સદી 198 બોલમાં ફટકારી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT